- રાજ્ય સરકારે મ્યુઝિયમ બનાવવા નવા સ્થળની પસંદગીનો આદેશ આપ્યો
- અગાઉ ક્રિકેટ બંગલામાં મ્યુઝિયમ બનાવવાનો લેવાયો હતો નિર્ણય
- આ નિર્ણય વિરુદ્ધ જામનગરવાસીઓએ આક્રોષ વ્યક્ત કર્યો
જામનગરઃ શહેરના ક્રિકેટ બગલામાં સ્પોર્ટ્સ મ્યુઝિયમ બનાવવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. જો કે, જામનગર વાસીઓના આક્રોશની નોંધ ગાંધીનગર લેવાઈ છે. જેથી હવે ક્રિકેટ બંગલામાં સ્પોર્ટસ મ્યુઝિયમ બનશે નહીં.
![ક્રિકેટ બંગલામાં નહીં બને સ્પોર્ટ્સ મ્યુઝિયમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05:05:44:1610537744_gj-jmr-01-cricket-7202728-mansukh_13012021092629_1301f_00296_1065.jpg)
મ્યુઝિયમ માટે અન્ય સ્થળોની પસંદગી કરવાના આદેશ
જામનગરનું ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ ક્રિકેટ બંગલામાં મ્યુઝિયમ બનાવવાના વિવાદાસ્પદ નિર્ણયથી ક્રિકેટ રસિકો અને જામનગર વાસીઓમાં ભારે રોષ ફેલાયો હતો. ક્રિકેટ બંગલામાં જો મ્યુઝિયમ બનાવવામાં આવે તો અહીં ક્રિકેટની પ્રેક્ટિસ કરતા બાળકોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઊભા થયા હતા. જેથી આ નિર્ણય હાલ તો રાજ્ય સરકારે મોકૂફ રાખ્યો છે અને મ્યુઝિયમ માટે જામનગરમાં અન્ય સ્થળની પસંદગી કરવાના આદેશ આપ્યા છે.
ક્રિકેટ બંગલો 1908માં બન્યો હતો
જામનગરમાં ઐતિહાસિક ક્રિકેટ બંગલાનું નિર્માણ 1908માં રાજાશાહી વખતે થયું હતું. જેનું નામ અજીતસિંહજી ક્રિકેટ પેલી રાખવામાં આવ્યું હતું. જે ધાંગધ્રાના રાજાના નામ પર રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ ક્રિકેટ બંગલાની ડિઝાઈન અને તેને બનાવનારા ફુલચંદ દયાબેન પારેખ નામથી રાજ્ય સરકાર આ બંગલાને ઐતિહાસિક અને હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે.
રાજ્યના રમતગમત પ્રધાનને ખાતરી આપતાં સમગ્ર મામલો થાળે પડ્યો
જામનગરના ઐતિહાસિક ક્રિકેટ બંગલામાં સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવા રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ જામનગર વાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ગાંધીનગરમાં ક્રિકેટ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યના રમતગમત પ્રધાન ઇશ્વર પટેલે બાંહેધરી આપતા આખરે આ મામલો થાળે પડયો છે.