- ખાન કોટડા ગામમાં સાધુ પરિવારના એક સંતની સમાધિ આવેલી છે
- સરપંચ સહિતના લોકોએ સાધુ પરિવારને સમાધિના સ્થળે પૂજાપાઠ કરવાની મનાઈ ફરમાવી
- સાધુ પરિવારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી
- પરિવારજનોનોનો પોલીસ પર આક્ષેપ
આ પણ વાંચોઃ પોરબંદરનાં છાયા સયુંકત નગરપાલિકાનું બજેટ જાહેરઃ કાયદા વિરુદ્ધ કૃત્ય કર્યાની વિરોધ પક્ષે કરી કલેકટરને રજૂઆત
જામનગરઃ જિલ્લાના ખાનકોટડા ગામમાં રહેતા સાધુ પરિવારના એક સંતની સમાધિ અહીં આવેલી છે. આ સમાધિને લઈને વિવાદ ઊભો થયો હતો. જોકે, ગામના સરપંચ સહિતના લોકોએ સમાધિએ પૂજાપાઠ કરવાની મનાઈ ફરમાવી હતી. જેના કારણે સાધુ પરિવારે પોલીસમાં જાણ કરી હતી. સાધુ પરિવાર સાથે પોલીસ જવાનો તેમજ પોલીસ અધિકારીઓએ દમનકારી વલણ દાખવી પરેશાન કર્યા હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે પરિવારજનો ખાનકોટડા ગામ છોડી હિજરત પણ કરી ગયા છે.
આ પણ વાંચોઃ હોળી પર જગત મંદિર ખૂલ્લુ રાખવા માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદન
સાધુ પરિવારની શુ છે માગણી
સાધુ પરિવાર માંગ કરી રહ્યો છે કે તેમના પૂર્વજની જે સમાધિ આવેલી છે તે સમાધિએ પૂજાપાઠ કરવાની તેમને સંમતિ આપવામાં આવે.