ETV Bharat / city

જામનગરની ઠેબા ચોકડી પાસે મર્ડર કરનારા ડિસમિસ થયેલા પોલીસકર્મી અને તેના ભાઈને કોર્ટમાં રજૂ કરાયા - જામનગરમાં થઇ હતી હત્યા

જામનગરમાં રેતીના ડમ્પરોના ડ્રાઈવરોની અવાર-નવાર અદલા-બદલી બાબતે ચાલતી રકઝકનો ગત 23 મેને રવિવારની સાંજના સમયે ઠેબા ચોકડી નજીક આવેલા ગોકુલ વે બ્રિજ પાસે ખુરશી ઉપર બેસેલા યુવાન સાથે કાર અથડાવી છરીનો જીવલેણ ઘા ગળામાં મારી અને અન્ય યુવાન ઉપર છરી વડે હુમલો કરી હત્યાના (MURDER) બનાવમાં LCBની ટીમે ડીસમીસ પોલીસ કર્મી સહિત બન્ને શખ્સોને સણોસરા ગામના પાટીયા પાસેથી દબોચી લીધા હતાં અને આજે બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

જામનગરની ઠેબા ચોકડી પાસે મર્ડર કરનારા ડિસમિસ થયેલા પોલીસકર્મી અને તેના ભાઈને કોર્ટમાં રજૂ કરાયા

author img

By

Published : May 26, 2021, 4:35 PM IST

  • જામનગરની ઠેબા ચોકડી પાસે થયું હતુ મર્ડર
  • છરીના ઘા મારી યુવાનની કરાઇ હતી હત્યા
  • ડિસમિસ પોલીસ કર્મી અને તેના ભાઇને કોર્ટમાં રજૂ કરાયા
  • રેતીના ધંધામાં થયો હતો ડખ્ખો

જામનગરઃ શહેરમાં રણજીતસાગર રોડ પર ગ્રીનસિટીમાં રહેતા અને મૂળ ખંભાળિયા તાલુકાના ભાતેલના વતની યુવરાજહિં મહોબતસિંહ જાડેજા (ઉ.વ.27) નામના યુવાનને રેતીના ડમ્પરો ચાલતા હોય અને આ ડમ્પરોમાં ડમ્પરના ડ્રાઈવરોની ઈશ્વરસિંહ સતુભા જાડેજાના ડ્રાઈવરો સાથે અવાર-નવાર અદલા-બદલી ચાલતી હતી. જે બાબતે અગાઉ પણ રકઝક અને બોલાચાલી થઈ હતી તેમજ એક વર્ષ પૂર્વે પ્રદિપસિંહ સોઢાનું પાકિટ ઈશ્વરસિંહના મહેતાજી જયપાલસિંહ ચુડાસમા લઇ લીધું હતું. જે બાબતે ઈશ્ર્વરરસિંહને અપશબ્દો કહ્યા હતાં. જે બાબતનું મનદુ:ખ રાખી ઈશ્ર્વરસિંહએ પ્રદિપસિંહ અને યુવરાજસિંહને પતાવી દેવાની ધમકી આપી હતી. દરમિયાન ઈશ્ર્વરસિંહ સતુભા જાડેજા અને વિરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજા નામના બન્ને શખ્સોએ પૂર્વ આયોજીત કાવતરૂ રચ્યું હતું. આ કાવતરાના ભાગરૂપે જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલા ગોકુલ વે બ્રિજ પાસે યુવરાજસિંહ કાયમ બેસતા હતાં.

છરીના ઘા મારી યુવાનની કરાઇ હતી હત્યા
છરીના ઘા મારી યુવાનની કરાઇ હતી હત્યા

આ પણ વાંચોઃ જામનગરની ઠેબા ચોકડી પાસે સરાજાહેર હત્યા, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

પૂર્વ આયોજિત કાવતરું ઘડી નિપજાવી હત્યા

દરમિયાન રવિવારે સાંજના ઈશ્ર્વરસિંહ સતુભા જાડેજાએ અગાઉથી નકકી કરેલા પ્લાન મુજબ તેના ભાઈને ગોકુલ વે બ્રિજ પાસે રાખ્યો હતો અને યુવરાજસિંહ સહિતના લોકો ત્યાં આવી ગયા હોવાની જાણ થતાં ઈશ્ર્વરસિંહ તેની લઇને ત્યાં આવી પહોંચ્યા હતાં અને ખુરશી ઉપર બેસેલા યુવરાજસિંહ સાથે કાર અથડાવી પછાડી દીધા હતાં. ત્યારબાદ ઈશ્ર્વરસિંહે તેની ગાડીમાંથી છરી કાઢી યુવરાજસિંહના ગળામાં જીવલેણ ઘા મારી ઢીમ ઢાળી દીધું હતું. વિરભદ્રસિંહે આવીને પ્રદિપસિંહ ઉપર છરી વડે હુમલો કર્યો હતો ઉપરાંત મૃતકના ભાઇ ગીરીરાજસિંહ ઉપર પણ છરીના ઘા ઝીંકયા હતાં. જેમાં ગીરીરાજસિંહને હાથમાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ હુમલામાં ઘવાયેલા વ્યકિતઓને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં (G G HOSIPITAL) ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં યુવરાજસિંહ જાડેજાનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. તેમજ અન્ય બે વ્યક્તિઓને સારવાર આપવામાં આવી હતી.

જામનગરની ઠેબા ચોકડી પાસે મર્ડર કરનારા ડિસમિસ થયેલા પોલીસકર્મી અને તેના ભાઈને કોર્ટમાં રજૂ કરાયા

સણોસરા પાટિયા પાસેથી દબોચી લીધા આરોપીઓને

રેતીના વ્યવસાય બાબતે થયેલી જૂની બોલાચાલીના મનદુ:ખમાં નિપજાવેલી હત્યાના આરોપીઓને દબોચી લેવા જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી ASP નિતેશ પાંડેય અને DySP કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ LCB PI કે. જી. ચૌધરી અને PSI કે. કે. ગોહિલ, વી. એમ. દેવમુરારી સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન અજયસિંહ ઝાલા અને યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે ધ્રોલ-રાજકોટ ધોરી માર્ગ પર LCBની ટીમે વોચ ગોઠવી હતી અને કાર પસાર થતાં સણોસરા ગામના પાટીયા નજીકથી કારને આંતરીને પોલીસે ઈશ્ર્વરસિંહ સતુભા જાડેજા અને વિરેન્દ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ સતુભા જાડેજા નામના બન્ને હત્યારા ભાઈઓને ઝડપી લઇ મોબાઇલ ફોન અને કાર કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આરોપી ઈશ્ર્વરસિંહ સતુભા જાડેજા વિરૂધ્ધ અગાઉ મારામારી, રાયોટીંગ, જૂગાર સહિતના સાત ગુનાઓ નોંધાયેલા હતાં.

આ પણ વાંચોઃ માળિયાના વર્ષામેડી ગામે આધેડને છરીના ઘા ઝીકી હત્યા કરનાર શખ્સ ઝડપાયો

રાજ્યપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને જિલ્લા પોલીસવડા હોસ્પિટલે પહોંચ્યા

જામનગરમાં રવિવારે સાંજે એક યુવાન ઉપર જીવલેણ હુમલો કરાતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર પહેલા જ મોત નિપજ્યુ હતું. આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા અને રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા હોસ્પિટલે પહોંચ્યા હતા.

શુ હતો બનાવ ?

જામનગર શહેર નજીક ઠેબા ચોકડી પાસે રવિવારે સાંજના સમયે યુવરાજસિંહ નામના યુવાન ઉપર કોઇ કારણસર અજાણ્યા શખ્સએ જીવલેણ હુમલો કરાતા યુવાન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ત્યારબાદ, યુવાનને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ ઘટના CCTV કેમેરાની મદદથી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

રાજ્ય પ્રધાન હકુભા જી જી હોસ્પિટલમાં પહોંચ્યા

યુવાનની સારવાર કારગત નિવડે તે પહેલા મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસવડા દિપન ભદ્રન તથા LCB સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ બાદ સમગ્ર સ્ટાફ હોસ્પિટલે પહોંચ્યો હતો. આ ઉપરાંત, યુવાનની હત્યાની જાણ થતાં રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) હોસ્પિટલે પહોંચી ગયા હતા. અને મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી. પોલીસે હત્યાની ઘટનામાં તપાસ હાથ ધરતાં પ્રાથમિક તારણમાં કોઇ નિવૃત પોલીસકર્મી દ્વારા હત્યા નિપજાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.