ETV Bharat / city

Rape case in Jamnagar : યુવતીનું અપહરણ-દુષ્કર્મ કરનારા પાંખડી સાધુને પોલીસે ઝડપી પાડ્યો - Petal monk in Jamnagar

જામનગર નજીક એક ગામમાં અરવલ્લી જિલ્લાના એક શખ્સે સાધુનો વેશ ધારણ કરી એક પરિવારના ખેતરમાં આશરો લીધો હતો. આ પાખંડી સાધુએ તે પરિવારની યુવતીને મંત્ર-જાપની ધમકી આપી અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ (rape) આચર્યુ હતું. હાલ પોલીસે તેને ઝડપી પાડ્યો છે.

Jamnagar News
Jamnagar News
author img

By

Published : Jun 24, 2021, 3:43 PM IST

  • જામનગરની યુવતીનું અપહરણ અને દુષ્કર્મ કરનારા પાખંડી સાધુને પોલીસે ઝડપી પાડ્યો
  • પંચકોષી બી ડિવિઝનના PSI સી.એમ.કાંટેલિયા તથા સ્ટાફની ઉમદા કામગીરી
  • યુવતિને હત્યાની ધમકી આપી તેના જ ઘરમાં બે વખત દુષ્કર્મ ગુજારાયાની ફરિયાદ નોંધાવી

જામનગર: શહેર નજીકના એક ગામમાં વસવાટ કરતાં પરિવારને ત્યાં છ મહિના પહેલાં જિતેન્દ્ર પૃથ્વીસિંહ પરમાર નામનો અરવલ્લી જિલ્લાનો શખ્સ સાધુના સ્વાંગમાં આવી પહોંચ્યો હતો. આ શખ્સે પોતાનું નામ સાધુ જિતેન્દ્રગીરી ઉર્ફે મેન્ટલગીરી હોવાનું જણાવી આશરો માગતા તે પરિવારે પોતાના ખેતરમાં તે સાધુને રહેવા તથા જમવાની સગવડ કરી આપી હતી.

Gujarat Newsજામનગરની યુવતીનું અપહરણ અને દુષ્કર્મ કરનારા પાખંડી સાધુને પોલીસે ઝડપી પાડ્યો
જામનગરની યુવતીનું અપહરણ અને દુષ્કર્મ કરનારા પાખંડી સાધુને પોલીસે ઝડપી પાડ્યો

યુવતીને લઈ પાંખડી સાધુ અમદાવાદ ચાલ્યો ગયો હતો

આ પાખંડીએ ખેતરમાં જ પોતાને મંત્ર- જાપ કરવા છે તેમ જણાવ્યું હતું. જે બાદ આશરો આપનારા પરિવારના ઘરના સભ્યો ખેતરમાં જ જિતેન્દ્રગીરીને જમવાનું પહોંચાડતા હતાં. આ પરિવારની યુવતી પર પાખંડીએ નજર બગાડી હતી. ત્રણેક મહિના પહેલા તે યુવતીને જિતેન્દ્રગિરિએ જણાવ્યું હતું કે, તારા પરિવારને મેં મારી તાકાતથી વશમાં લઈ લીધો છે, તારે મારું કહ્યું કરવાનું છે, તે પછી ગયા સપ્તાહે તે યુવતીને પોતાની સાથે ચાલવા કહેતા યુવતીએ વિરોધ કર્યો હતો.

મંત્ર-તંત્રના નામે પરિવારને ડરાવી યુવતીનું કર્યું અપહરણ

આરોપીએ તારા પરિવારને મારી નાંકવાની ધમકી આપતાં તે યુવતી ગભરાઇ ગઇ હતી. આથી આરોપી તેને પોતાની સાથે લઇને નાસી ગયો હતો. બીજી તરફ યુવતી ઘરે ન આવતા પરિવાર વ્યાકુળ બન્યો હતો. તેણીની શોધખોળ શરૂ કરતાં પાખંડી જિતેન્દ્રગીરી પણ ગુમ હોવાનું ધ્યાને આવતાં પોલીસને જાણ કરાઈ હતી.

આ પણ વાચો : વડોદરામાં 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી મિકેનીક યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ

પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ તાત્કાલિક સાધુને અમદાવાદમાંથી દબોચી લીધો

પંચકોષી બી ડિવિઝન (B Division)ના PSI સી.એમ.કાંટેલિયા તથા સ્ટાફે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી. જેમાં મોબાઈલ લોકેશન ચેક કરાતાં પાખંડી જિતેન્દ્રગીરી અમદાવાદમાં હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી જામનગરથી પોલીસ કાફલો અમદાવાદ દોડી ગયો હતો. ત્યાંથી બુધવારે જિતેન્દ્રગીરીને તે યુવતી સાથે પકડી પાડવામાં આવ્યો હતો. જામનગર ખસેડાયેલી તે યુવતીએ પોતાની સાથે આ શખ્સે રાજસ્થાનમાં દુષ્કર્મ (rape) ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાચો : રાજકોટમાં 15 વર્ષની પુત્રી પર હવસખોર પિતાએ અનેક વખત ગુજાર્યો દુષ્કર્મ

પાંખડી સાધુ (Petal monk)એ અન્ય જગ્યાએ પણ કુકર્મ કર્યા હોય તેવી શકયતા

જામનગરથી તે યુવતીનું અપહરણ કરી જૂનાગઢ, અમદાવાદ અને ત્યાંથી રાજસ્થાન લઈ જવામાં આવી હતી. પોલીસે આરોપી સામે અપહરણ, દુષ્કર્મ (rape) વગેરે કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.