- એડવોકેટ કિરીટ જોશીના હત્યારાઓને કોર્ટમાં રજૂ કરાયા
- કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા કોવિડ હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર
- આરોપીઓના ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા અને રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા
જામનગરઃ એડવોકેટ કિરીટ જોશીના હત્યાકાંડના ત્રણ આરોપીને જામનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કોવિડ હોસ્પિટલમાં એલસીબી તેમજ એસઓજીની ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ આરોપીઓને વિડિયો કોલના માધ્યમથી કોર્ટમા રજૂ કરાયા હતા.
કોરોના સારવાર બાદ જેલ હવાલે કરવા કોર્ટનો આદેશ
જોકે 1 એપ્રિલે જામનગર કોર્ટમાં ત્રણેય આરોપીઓને વીડિયો કોલિંગના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા હતા.કોરોનાની સારવાર બાદ સાજા થશે ત્યારે જેલ હવાલે કરવાનો કોર્ટે હુકમ આપ્યો છે. ભૂમાફિયા જયેશ પટેલના કહેવાથી ત્રણેય આરોપીઓએ ત્રણ વર્ષ પહેલા જામનગરના ટાઉનહોલ પાસે એડવોકેટ કિરીટ જોશીની 17 છરીના ઘા ઝીકી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ ત્રણેય આરોપી બાઈક લઈને નેપાળ પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ એડવોકેટ કિરીટ જોશી હત્યા કેસમાં ત્રણ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર
કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા
આ આરોપીઓ અહીંથી વિદેશ નાસી છૂટયા હતા, જો કે ત્યારબાદ કોરોનાની મહામારી ઓછી થતાં તેઓ કોલકાતામાંં નિવાસ કરતા હતા, ત્યારે જામનગર એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. બાદમા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે રિમાન્ડ પૂર્ણ થતાં જ આરોપીઓના ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા અને રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
આ પણ વાંચોઃ કિરીટ જોશી હત્યાકાંડના એક આરોપીને લઈને જામનગર પોલીસ નેપાળ જવા રવાના