- જામનગર પથંકમાં સરકારી શાળા (government school) પ્રત્યે વાલીઓનો ક્રેઝ વધ્યો
- 1676 બાળકો ખાનગીમાંથી સરકારીમાં આવ્યા
- ખાનગી શાળા નહીં પણ સરકારી શાળા બેસ્ટ
જામનગર: કોરોના (corona) મહામારીમાં અનેક પરિવર્તન જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. વાલીઓમાં પણ હવે સરકારી શાળા (government school) અને ખાનગી શાળાઓ વચ્ચે શિક્ષણનું સ્તર જોવા મળી રહ્યું છે. તેમાં ક્યાંકને ક્યાંક સરકારી શાળાનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. જામનગર પથકમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મોટી સંખ્યામાં સરકારી શાળામાં એવા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા છે કે જે ખાનગી શાળામાં અભ્યાસ કરતા હતા.
વાલીઓ વિદ્યાર્થીઓને સરકારી શાળામાં એડમીશન આપવી રહ્યા છે
એક સમય હતો જ્યારે વાલીઓમાં ખાનગી શાળાઓ પ્રત્યે લગાવ જોવા મળતો હતો. ગત વર્ષે જામનગર પંથકમાં 1,400થી વધુ વિદ્યાર્થીઓએ સ્વનિર્ભર શાળા છોડી અને સરકારી શાળા (government school)માં એડમિશન લીધું હતું. જોકે, આ વર્ષે કોરોનાની મહામારી છે અને વાલીઓને ખાનગી શાળાની મસમોટી ફી આપવી પોસાય તેમ નથી. ત્યારે મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં અભ્યાસ અર્થે મોકલી રહ્યા છે.
આ પણ વાંચો: મહેસાણામાં સરકારી ટ્રેન્ડિંગમાં, 1700 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી
1600થી વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી અને સરકારી શાળામાં દાખલ થયા
ETV bharat સાથેની વાતચીતમાં જિલ્લા શિક્ષણ અધિકારી બી.એન દવેએ જણાવ્યું કે, એક સમય હતો જ્યારે મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ માટે મોકલતા. જોકે, હવે કોરોના સમયમાં એક મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે અને પરિવર્તન સરકારી શાળા (government school) તરફ વિદ્યાર્થીઓને લઈ આવી રહ્યું છે. આ વર્ષે 1600થી વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી અને સરકારી શાળામાં દાખલ થયા છે.
આ પણ વાંચો: રાજ્યમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા થશે શરૂ, ગયા વર્ષે 1,20,000 જેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યો હતો પ્રવેશ