- મુખ્યપ્રધાને દર્દીઓના સગાઓને હિંમત આપી
- રાજ્ય સરકાર હંમેશા દર્દીઓની પડખે - મુખ્યપ્રધાન
- ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફની કામગીરીને બિરદાવી
જામનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જામનગર જીજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જીજી હોસ્પિટલ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દર્દીઓના સગાઓ સાથે સંવાદ સાધ્યો હતો અને દાખલ દર્દીઓ વિશે ખબર પૂછી હતી. મુખ્યપ્રધને દર્દીઓના પરિજનોને હિંમત આપી કહ્યું હતું કે, સરકાર લોકોની પડખે ઉભી છે, દર્દીઓને તમામ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવશે.
આ પણ વાંચો - 1573 બેડ ધરાવતી જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ
મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે જીજી હોસ્પિટલની લીધી મુલાકાત
આ સાથે જ મુખ્યપ્રધાને જી.જી.હોસ્પિટલમાં કોવિડ ખાતે ફરજ બજાવતા ડૉક્ટર્સ અને નર્સિંગ તેમજ પેરામેડિકલ સ્ટાફના કર્મીઓ સાથે સંવાદ સાધ્યો હતો. મુખ્યપ્રધાને સમગ્ર સ્ટાફની સેવાને વખાણી કોવિડ સામેની આગળની લડતમાં પણ હજૂ આવી જ હિંમત રાખી કામગીરી કરવા ડૉક્ટર્સ-નર્સિંગ સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પણ વાંચો - જામનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કોરોના નિયંત્રણ અંગે બેઠક યોજાશે
CM અને DyCM અધિક્ષક દિપક તીવારી અને ડિન નંદિની દેસાઈને મળ્યા
મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને સમગ્ર ટીમ જામનગરની કોવિડ હોસ્પિટલમાં ફરજ નિભાવતા ડૉક્ટર નર્સ તેમજ અન્ય સ્ટાફ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે હોસ્પિટલના અધિક્ષક દિપક તીવારી ડિન નંદિની દેસાઈને મળ્યા હતા.
આ પણ વાંચો - કોરોનાના વધતા કેસને અટકાવવા મુખ્યપ્રધાન રૂપાણીનો શું હશે પ્લાન?