ETV Bharat / city

જામનગરની જી. જી. હોસ્પિટલમાં એમ. પી. શાહ મેડિકલ કોલેજની કેન્ટીનમાં લાગ્યા તાળા - Corona News

જામનગરમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે, ત્યારે એમ. પી. શાહ મેડીકલ કોલેજની કેન્ટીનમાં કોરોનાના દર્દીઓના સગા વ્હાલાઓની ભીડ થતી રહેતી હોવાના કારણે સમગ્ર મામલો કોર્ટમાં ગયો હતો. આખરે કોર્ટે વીડિયો કોલિંગથી કેન્ટીન બંધ કરવાનો આદેશ આપ્યો છે.

G. G. Hospital
G. G. Hospital
author img

By

Published : Apr 29, 2021, 7:55 PM IST

  • જી. જી. હોસ્પિટલમાં એમ. પી. શાહ મેડિકલ કોલેજની કેન્ટીનમાં લાગ્યા તાળા
  • ભીડ સતત એકઠી થતી હોવાના કારણે કેન્ટીનને લાગ્યા તાળા
  • કોર્ટે કેન્ટીન બંધ કરવાનો આદેશ આપ્યો

જામનગર: શહેરમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ખાસ કરીને લોકોની ભીડ પણ અમુક સ્થળોએ વધુ પ્રમાણમાં થઈ રહી છે, ત્યારે એમ. પી. શાહ મેડીકલ કોલેજમાં કોરોનાના દર્દીઓના સગા વ્હાલાઓની ભીડ થતી રહેતી હોવાના કારણે કેન્ટીન બંધ કરવાનો આદેશ અપાયો હતો. જોકે સમગ્ર મામલો કોર્ટમાં ગયો હતો. આખરે કોર્ટે વીડિયો કોલિંગથી કેન્ટીન બંધ કરવાનો આદેશ આપ્યો છે.

જી. જી. હોસ્પિટલ
જી. જી. હોસ્પિટલ

આ પણ વાંચો : ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ દ્વારા કોરોના કેર સેન્ટરની સેવા શરૂ કરાઇ

કેન્ટીનના સંચાલકે કોર્ટમાં કરી હતી અરજી

જામનગરની એમ. પી. શાહ મેડીકલ કેન્ટીનનો મામલો સને 2006થી વિવાદમાં પરિણમ્યો છે. કેન્ટીનની માલિકી સરકારની હોવાના કારણે રમેશચંદ્ર એન્ડ કાં.ના નામથી સંચાલન કરતાં વિનોદચંદ્ર કનખરાને વિના કારણે ડેપ્યૂટી ક્લેક્ટર દ્વારા કેન્ટીન ખાલી કરવાના મામલે ધ ગુજરાત પબ્લીક પ્રીમાઈસીસ (અન ઓથોરાઈઝ્ડ ઓક્યુપાન્ટ્સ) એક્ટ, 1972ના કાયદાનો દુરૂપયોગ કરીને દિન- 1માં કેન્ટીન ખાલી કરવાનો જોહુકમી ભર્યા હુકમ કરતાં અદાલતે અગાઉની ચાલુ કાર્યવાહીના કામે પ્રકરણની ગંભીરતાને ઘ્યાને લઈ વીડિયો કોન્ફરન્સથી સુનાવણી હાથ ધરી ન્યાયના હિતને લક્ષમાં લઈ તૂર્ત જ તા. 28 એપ્રિલ સુધી કામચલાઉ સ્ટે ઓર્ડર ફરમાવ્યો હતો.

એમ. પી. શાહ મેડિકલ કોલેજની કેન્ટીન
એમ. પી. શાહ મેડિકલ કોલેજની કેન્ટીન

આ પણ વાંચો : જામનગર મ.ન.પા.ના વિરોધ પક્ષના નેતાએ સ્વખર્ચે 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું

કોર્ટના આદેશ બાદ કેન્ટીન ખાલી કરવામાં આવી

જે અંગે આજે ગુરુવારે SDM આસ્થા ડાંગર તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા આ કેન્ટીન ખાલી કરાવવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.