ETV Bharat / city

જામનગરમાં કોરોનાના બે દર્દીઓના મૃતદેહ સ્મશાન પાસે ત્રણ કલાક પડી રહ્યા - corona update

જામનગરમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. જામનગરમાં 20 એપ્રિલે વૉર્ડ નંબર 1માં SSB ગેટ સામે આવેલા મહેશ્વરી સમાજના સ્મશાન ગેટ પાસે બે કોરોનાના દર્દીઓના મૃતદેહ બહાર રાખવામાં આવ્યા હતા. જેને લઈ આજુ-બાજુમાં રહેતા લોકોએ વિરોધ કર્યો હતો.

જામનગરમાં કોરોનાના બે દર્દીઓના મૃતદેહ સ્મશાન પાસે ત્રણ કલાક પડી રહ્યા

author img

By

Published : Apr 21, 2021, 3:44 PM IST

  • શા માટે 3 કલાક સુધી બહાર મૃતદેહ રાખવામાં આવે છે
  • સ્મશાનના ગેટ પાસે બે દર્દીઓની બોડી બહાર રાખવામાં આવી હતી
  • મૃતદેહ બહાર મૂકી રાખતા બાળકો કોરોનાનો ભોગ બની શકે છે

જામનગરઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ સાથે મૃત્યુઆંક પણ સતત વધતો જોવા મળી રહ્યો છે. જ્યારે જામનગરમાં વૉર્ડ નંબર 1માં SSB ગેટ સામે આવેલા મહેશ્વરી સમાજના સ્મશાનના ગેટ પાસે બે કોરોનાના દર્દીઓની બોડી બહાર રાખવામાં આવી હતી.

જામનગરમાં કોરોનાના બે દર્દીઓના મૃતદેહ સ્મશાન પાસે ત્રણ કલાક પડી રહ્યા

આ પણ વાંચોઃ હવે વગર વેઈટિંગે થશે અંતિમ સંસ્કાર, 10 કલાક પહેલાંથી જ તૈયાર કરી દેવાઈ છે ચિતાઓ

મૃતદેહને ગેટ પર મૂકી રાખતા બાળકો કોરોનાનો ભોગ બની શકે છે

મહેશ્વરી સમાજના લોકોએ જણાવ્યું હતું કે, મૃતદેહ દફનાવ્યા પહેલા તેની વિધિ કરવામાં આવે છે, એમાં ઘણો સમય લાગે છે. જો કે મૃતદેહ સ્મશાનમાં રાખવાના બદલે ગેટ પર મૂકી રાખવામાં આવતા આજુ-બાજુમાં રમતા બાળકો પણ કોરોનાનો ભોગ બની શકે છે.

સ્થાનિક મહિલાઓએ કર્યો વિરોધ

સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, એક તો લોકો કોરોનાથી ભયભીત છે અને બીજું બાજુ પોતાના ઘર પાસે આવેલા સ્મશાનના ગેટ પર મૃતદેહ ત્રણ કલાક સુધી પડી રહે છે. આ મૃતદેહમાં રહેલો કોરોના અન્ય લોકોને પણ સંક્રમિત કરી શકે છે.

આ પણ વાંચોઃ રાજકોટ રામભરોસે, અંતિમવિધિ માટે એક સાથે અનેક મૃતદેહો ભેગા રાખવા પડ્યા

મૃતદેહને ઉંડા ખાડામાં દફનાવવામાં આવતા ન હોવાથી કુતરા ખેચીને બહાર કાઢે છે

સ્થાનિક આગેવાન હારુન પલેજાએ જણાવ્યું હતું કે, મૃતદેહને ઉંડા ખાડામાં દફનાવવામાં આવતા નથી. જેના કારણે કુતરાઓ મૃતદેહ બહાર કાઢી લે છે. અને મૃતદેહમાં રહેલો કોરોના અન્ય લોકોને સંક્રમિત કરી શકે છે. સ્થાનિક તંત્રએ યોગ્ય પગલાં લેવા જોઈએ અને કોરોનાથી અવસાન પામેલા દર્દીઓના મૃતદેહ વ્યવસ્થિત દફનાવવા જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.