ETV Bharat / city

25 વર્ષથી ભાજપમાંથી ચૂંટાતા કરસન કરમુરને ટિકીટ ન મળતા AAPમાંથી ઉમેદવારી નોંધાવી

અત્યાર સુધી અન્ય પાર્ટીઓના નેતાઓ, સાંસદો તેમજ ધારાસભ્યો ભાજપમાં જોડાતા હોવાનાં કિસ્સાઓ સામે આવ્યા છે. જોકે, ચાલુ વર્ષે 21 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમ્યાન રાજકારણમાં જવલ્લે જ જોવા મળતી ઘટના સામે આવી છે. જામનગરમાં ભાજપમાંથી છેલ્લા 25 વર્ષથી સતત ચૂંટાઈને આવતા કોર્પોરેટર કરસન કરમુરને આ વર્ષે ભાજપમાંથી ટિકીટ ન મળતા તેમણે 2 હજારથી વધુ સમર્થકોની હાજરીમાં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી.

25 વર્ષથી ચૂંટાઈને આવતા કરસન કરમુરને ભાજપે ટિકીટ ન આપતા AAPમાંથી ફોર્મ ભર્યું

author img

By

Published : Feb 7, 2021, 12:41 PM IST

  • આહીર સમાજનાં પ્રમુખ અને પૂર્વ ડેપ્યુટી મેયર કરસન કરમુર AAPમાં જોડાયા
  • 2000 જેટલા સમર્થકો સાથે નામાંકન પત્ર ભરવા પહોંચ્યા
  • છેલ્લા 25 વર્ષથી કોર્પોરેટર તરીકે ચૂંટાઇને આવે છે કરસન કરમુર

જામનગર: જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ખરાખરીનો જંગ શરૂ થયો છે. ત્યારે તાજેતરમાં જ ભાજપમાંથી રાજીનામું આપનાર પૂર્વ ડેપ્યુટી મેયર કરસન કરમુરે આમ આદમી પાર્ટીમાંથી નામાંકન પત્ર ભર્યું છે. કરસન કરમુર છેલ્લા ૨૫ વર્ષથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવે છે. જોકે, આ વખતે ભાજપે તેમને ટિકિટ ન આપતા તેમણે નારાજગીમાં રાજીનામુ આપ્યું છે અને આમ આદમી પાર્ટીમાંથી પોતાનું ઉમેદવારીપત્ર ભરીને ફરીથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.

25 વર્ષથી ચૂંટાઈને આવતા કરસન કરમુરને ભાજપે ટિકીટ ન આપતા AAPમાંથી ફોર્મ ભર્યું
મજબૂત પકડ ઘરાવતા વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવતા ભાજપ-કોંગ્રેસનાં વળતા પાણીકરસન કરમુર સવારે 11 કલાકે પોતાના 2000 જેટલા સમર્થકો સાથે બાઈક રેલી યોજીને જિલ્લા પંચાયત ખાતે નામાંકન પત્ર ભરવા પહોંચ્યા હતા. વોર્ડ નંબર 5માં પોતાની પેનલ વિજેતા બને તે માટેની તમામ તૈયારીઓ કરસન કરમુરે શરૂ કરી છે. જોકે, કરસન કરમુરે આમ આદમી પાર્ટીમાંથી નામાંકન પત્ર ભરતા વોર્ડ નંબર 5માં ભાજપ અને કોંગ્રેસ માટે જીત મેળવવી અશક્ય બને તેમ લાગી રહ્યું છે. કારણ કે કરસન કરમુર છેલ્લા ૨૫ વર્ષથી વોર્ડ નં.5માંથી ચૂંટાઈને આવે છે અને જામનગર આહીર સમાજના પ્રમુખ પણ તેઓ છે. કરસન કરમુરની પોતાના વોર્ડમાં લોકપ્રિયતા પણ ખૂબ છે. જેના કારણે પણ વોર્ડ નંબર 5માં અન્ય પાર્ટીઓને ચૂંટણી લડવી અઘરી પડી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.