ETV Bharat / city

જામનગરમાં ABVP દ્વારા તબીબોને સ્ટાઈપેન્ડ આપવા મામલે કલેક્ટરને રજૂઆત - gujarat news

ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના ઇન્ટર્ન તબીબો સંપૂર્ણ વર્ષ દરમિયાન હોસ્પિટલમાં ફરજ બજાવતા હોય છે. ત્યારે ઇન્ટર્ન તબીબોને પૂરતું સ્ટાઈપેન્ડ આપવા માટે  ABVPએ કલેક્ટરને રજૂઆત કરી હતી. આ સાથે જ ABVP ઈન્ટર્ન તબીબોને સ્ટાઈપેન્ડ આપવાની કરાયેલી રજૂઆતને ધ્યાને નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ABVP
ABVP
author img

By

Published : Feb 11, 2021, 10:21 PM IST

  • જામનગરમાં ABVP દ્વારા તબીબોને સ્ટાઈપેન્ડ આપવા મામલે કલેક્ટરને રજૂઆત
  • માગ નહિ સ્વીકાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
  • ઇન્ટર્ન તબીબો સંપૂર્ણ વર્ષ દરમિયાન હોસ્પિટલમાં ફરજ બજાવે છે

જામનગર: ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના ઇન્ટર્ન તબીબો સંપૂર્ણ વર્ષ દરમિયાન હોસ્પિટલમાં ફરજ બજાવતા હોય છે, ત્યારે ઇન્ટર્ન તબીબોને પૂરતું સ્ટાઈપેન્ડ આપવા માટે ABVPએ કલેક્ટરને રજૂઆત કરી હતી. આ સાથે જ ABVP ઈન્ટર્ન તબીબોને સ્ટાઈપેન્ડ આપવાની કરાયેલી રજૂઆતને ધ્યાને નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

જામનગર
જામનગર

આયુર્વેદિક કોલેજ સાથે કેમ ભેદભાવ

રાજ્યની કોલેજોમાં 9800થી વધુ સ્ટાઈપેન્ડ આ વર્ષે કોરોના મહામારી દરમિયાન પણ પોતાનો જીવ જોખમમાં મૂકી તેમની નિયમિત ડ્યૂટી પર હાજર રહેવા છતાં તેમને યોગ્ય વળતર આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાતમાં અન્ય કોલેજોમાં સ્ટાઈપેન્ડ રૂપિયા 9800થી વધુ છે અને રાજ્યની સર્વશ્રેષ્ઠ કોલેજમાં માત્ર 7280 રૂપિયા સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.

કોરોના કાળમાં એક પણ રજા લીધા વિના ડૉકટર્સ નિભાવી રહ્યા છે ફરજ

ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના ઇન્ટર્ન તબીબોની સ્ટાઇપેન્ડ વધારવામાં આવે. જો રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

જામનગર
જામનગર

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને સાથે લઈને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી

અત્રે ઉલ્લેખનીય છે કે, એક પણ રજા વગર સતત ડ્યૂટી પર રહ્યા ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયમાં ઇન્ટર્નશીપ કરતા તબીબો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. તેમને બીજી કોલેજની સરખામણી કરતા ઘણું ઓછું સ્ટાઈપેન્ડ મળે છે. જો આગામી દિવસોમાં અમારું સ્ટાઈપેન્ડ વધારવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને સાથે લઈને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ ઇન્ટર્ન તબીબીઓએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.