- રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનમાં આંશિક રાહત આપવામાં આવી
- શહેરોમાં લોકો મોટી સંખ્યામાં બજારમાં એકઠા થઈ રહ્યા છે
- પોલીસ વેપારીઓને હેરાન કરતી હોવાની કરાઈ રાવ
જામનગર: દેશમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે, રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનમાં આંશિક રાહત આપવામાં આવી છે. આથી, શહેરોમાં લોકો મોટી સંખ્યામાં બજારમાં એકઠા થઈ રહ્યા છે. ભીડ થવાના કારણે કોરોનાનું સંકરણ વધુ ફેલાય તેવી શક્યતા પણ છે. જે અનુસંધાને જામનગર પોલીસ દ્વારા ભીડ એકઠી ન થાય તે માટે સિંધી બજારમાં વેપારીઓને અપીલ કરવામાં આવી હતી. જોકે, વેપારીઓએ કોવિડ ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરી રહ્યા છે. ત્યારે, પોલીસ દ્વારા તેમને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની રાવ ઉઠી છે.
આ પણ વાંચો: જામનગરમાં લોકો કોરોનાને લઇ કેટલા જાગૃત..... જુઓ રિયાલિટી ચેક..
વેપારી અગ્રણી અને પોલીસ વચ્ચે ઘર્ષણ
વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે, જેટલો વેપાર નથી થતો તેનાથી વધુ તો પોલીસ દ્વારા દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. આમ, દુકાનમાં 2-3 વ્યક્તિ ભેગા થાય તો પણ પોલીસ સીધો દુકાનદારને દંડ ફટકારે છે. જેના કારણે વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આથી, વેપારી અગ્રણીઓ અને પોલીસ વચ્ચે ભારે રકઝક થઈ હતી. આ બાદ, સમગ્ર મામલો સીટી-એ ડિવિઝનની પહોંચ્યો છે.
આ પણ વાંચો: આંશિક રાહત બાદ જામનગરમાં પાન મસાલાની દુકાનો શરૂ