- આજે સિંધી નૂતનવર્ષ ચેટીચંદ
- જામનગરના સિંધીઓએ ઉજવ્યું નવું વર્ષ
- સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરી નવા વર્ષની ઉજવણી
જામનગર: જામનગર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તમામ ઉત્સવો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે અનુસંધાને સિંધી સમાજે ચેટીચંદનો ઉત્સવ પણ સાદગીપૂર્ણ રીતે ઉજવ્યો હતો.
આ પણ વાંચો:કોરોના સંક્રમણને પગલે મહેસાણામાં સિંધી સમાજના લોકોએ ઘરમાં જ રહી ચેટીચાંદની ઉજવણી કરી
ચેટીચંદની ઉજવણીમાં સિંધી સમાજે કોવિડ ગાઈડલાઈનનું કર્યું પાલન
ઝુલેલાલ મંદિર દર્શન કરવા આવતા સિંધી સમાજના તમામ લોકોએ માસ્ક પહેર્યા હતા તેમજ કોવિડની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કર્યું હતું અને સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. જામનગરમાં તીન બત્તી વિસ્તારમાં આવેલા ઝુલેલાલ મંદિર ખાતે લોકોની ભીડ એકઠી ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.