- જમ્મુમાં એરફોર્સ પર હુમલા બાદ Jamnagar Air Force Stationની સુરક્ષા વધારાઈ
- એરફોર્સ સ્ટેશન બહાર શંકાસ્પદ હિલચાલ ઉપર રાખવામાં આવેલી છે નજર
- આવતાજતાં વાહનો અને લોકોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે
જામનગરઃ ઉલ્લેખનીય છે કે જમ્મૂ એરફોર્સ પર ડ્રોનથી (Drone attack on Jammu Air Force Station) હુમલા કરવામાં આવ્યો છે જેમાં બે જવાનો ઘવાયા છે. જમ્મુ એરફોર્સ સ્ટેશન પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે તેમાં પાકિસ્તાની ષડ્યંત્ર હોવાની શક્યતા દેખાઈ રહી છે. જેને પગલેે દેશના અન્ય એરફોર્સ સ્ટેશન (Jamnagar Air Force Station) પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી જામનગર એરફોર્સ સ્ટેશન પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ લોકોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એરફોર્સ સ્ટેશનની આજુબાજુમાંથી કોઈ અજાણ્યા વ્યક્તિઓ નીકળી રહ્યાં છે તેની પણ જડતી લેવામાં આવી રહી છે.
એરફોર્સ સ્ટેશન પર સઘન ચેકિંગ
ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં (Jamnagar Air Force Station) એરફોર્સ સ્ટેશનના પીઆરઓએ જણાવ્યું કે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે હજુ સુધી કોઇ શંકાસ્પદ હલચલ જોવા મળી નથી, પણ એરફોર્સ સ્ટેશનની અંદર આવતાજતાં લોકોનુ ચેકિંગ સઘન કરવામાં આવ્યું છે
આ પણ વાંચોઃ Jammu air force station Blast: જમ્મુ એરપોર્ટના તકનીકી વિસ્તારમાં થયા 2 વિસ્ફોટ, NIAની ટીમ પહોંચી