ETV Bharat / city

Mitti Bachao Abhiyan : જામનગરમાં સદગુરુ જગ્ગી વાસુદેવનું ઢોલના નાદથી શાહી સ્વાગત..

જામનગરની મુલાકાત પર સદગુરુ જગ્ગી (Sadguru Jaggi Vasudev visits Jamnagar) વાસુદેવ આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંજે પ્રતાપ વિલાસ પેલેસમાં તેમના (Jamnagar Sadguru Program) કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. માટી બચાવવા અભિમાન અંતર્ગત જામનગરની મુલાકાતે છે, પરંતુ માટી પાછળ કારણ જોઈએ તમે પણ ચોંકી ઉઠશો...

Mitti Bachao Abhiyan : જામનગરમાં સદગુરુ જગ્ગી વાસુદેવનું ઢોલના નાદથી શાહી સ્વાગત..
Mitti Bachao Abhiyan : જામનગરમાં સદગુરુ જગ્ગી વાસુદેવનું ઢોલના નાદથી શાહી સ્વાગત..
author img

By

Published : May 30, 2022, 2:04 PM IST

જામનગર : વિશ્વનાં 27 દેશોમાં માટી બચાવ અભિયાન અંતર્ગત 30,000 કિમીની બાઇક સવારી કરી ઈશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવ જનજાગૃતિ અભિયાન (Mitti Bachao Abhiyan) ચલાવી રહ્યા છે. જેઓ ભારતમાં પ્રવેશ કર્યો છે. ભારતમાં પણ સૌ પ્રથમ જામનગરની (Sadguru Jaggi Vasudev visits Jamnagar) ધરતી પર પધાર્યા છે. જામનગર વાસીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જામનગરમાં પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીના આમંત્રણને માન આપી તેઓ જામનગર પધાર્યા હતા. સાંજે જામનગરના પ્રતાપ વિલાસ પેલેસમાં તેમના (Jamnagar Sadguru Program) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરમાં સદગુરુ જગ્ગી વાસુદેવનું ઢોલના નાદથી શાહી સ્વાગત

આ પણ વાંચો : Sadhguru Jamnagar Visit: સદગુરુ જગ્ગી વાસુદેવ મે મહિનામાં કયા સંદેશ સાથે આવી રહ્યા છે જામનગર, જાણો

માટી બચાવવા પાછળનું કારણ - ગત 21 માર્ચ 2022થી સદગુરુ જગ્ગી વાસુદેવે “SAVE SOIL’નામની ઝુંબેશ ઉપાડી છે. વિશ્વના ભૂ-વૈજ્ઞાનિકોએ તથા UN એજન્સી દ્વારા વિશ્વભરના દેશોમાં સંશોધન કરતા તે તારણ કાઢ્યું કે માટીની ફળદ્રુપતા દિવસેને દિવસે ઘટી રહી છે. 2045 સુધી વિશ્વભરમાં અન્નનું ઉત્પાદનમાં 40 ટકા થી 50 ટકાનો ઘટાડો આવશે. ખાદ્યપદાર્થની અછતના કારણે વિશ્વભરમાં આંતરિક યુદ્ધ સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય તેવું અનુમાન છે. વિશ્વને આવા કપરા સમયથી બચાવવા જગ્ગી વાસુદેવે ‘SAVE SOIL’અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત સદગુરુ જગ્ગી વાસુદેવ વિશ્વના 27 દેશોમાં 30 હજાર કીલોમીટર બાઇક ચલાવી તેનો પ્રચાર કરી રહ્યા છે. સદગુરુ જે રાષ્ટ્રનાયક સમાન છે, તેઓને વિદેશનો પ્રવાસ પુરો કરી ભારતમાં પ્રવેશ માટે જામનગરની ભૂમિ પર નેક નામદાર જામસાહેબે આમંત્રણ પાઠવેલ જે તેમને હર્ષ સહ સ્વીકારી જામનગર પધાર્યા હતા. બેડી પોર્ટ ખાતે પધારતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Mitti Bachao Abhiyan : સદગુરુ જગ્ગી વાસુદેવે માટી બચાવો યાત્રાને લઈને ખોલ્યા તથ્યો

કચ્છી ઢોલના નાદથી સ્વાગત - રાજવી પરિવારનું પ્રતિનિધિ કરતાં એકતા બા સોઢા દ્વારા તેઓનું સ્વાગત કર્યું હતું. આ તકે આણદાબાવા સેવા સંસ્થાના પ.પૂ, દેવીપ્રસાદ મહારાજ, પ્રણામી સંપ્રદાયના પ.પૂ. કૃષ્ણ મણી મહારાજ, પૂર્વ પ્રધાન અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, શહેર ભાજપ મહામંત્રી મેરામણ ભાટુ, લોહાણા સમાજના પ્રમુખ જીતુ લાલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીલેશ ઉદાણી તેમજ જામનગરના ધર્મગુરૂઓ, રાજકીય મહાનુભાવો, આર્મી, નેવી, એરફોર્સના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સદગુરુનું સ્વાગત કચ્છી ઢોલના નાદથી કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.