ETV Bharat / city

કુંભ મેળામાંથી રાજ્યમાં પરત આવતા લોકોને સીધો પ્રવેશ નહિ મળેઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી - cm vijay rupani

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે શનિવારે જામનગરમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક માટે આવ્યા હતા. ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ યોજી હતી.

કુંભ મેળામાંથી રાજ્યમાં પરત આવતા લોકોને સીધો પ્રવેશ નહિ મળેઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી

author img

By

Published : Apr 17, 2021, 6:52 PM IST

  • જામનગરમાં મુખ્યપ્રધાન રૂપાણીની પત્રકાર પરિષદ
  • કુંભ મેળામાંથી પરત ફરતા લોકોના કોરોના ટેસ્ટ કર્યા બાદ આઇસોલેટ કરવામાં આવશે
  • કુંભ મેળામાંથી પરત ફરતા વ્યકિતઓને અટકાવવા કલેક્ટરને કરાયો આદેશ

જામનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે શનિવારે જામનગરમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક માટે આવ્યા હતા. ત્યારબાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાંથી જે લોકો કુંભ મેળામાં ગયા છે તે તમામના કોરોના ટેસ્ટ કરવામાં આવશે, તમામ કલેક્ટરને આદેશ આપવામાં આવ્યો છે કે, કુંભ મેળામાં ગયેલા લોકોને ગામમાં આવતા અટકાવો અને પહેલા ટેસ્ટ બાદમાં આયસોલેટ કરો.

કુંભ મેળામાંથી પરત ફરતા વ્યકિતઓને અટકાવવા કલેક્ટરને કરાયો આદેશ

આ પણ વાંચોઃ કુંભના મેળામાં ગયેલા ગુજરાતના શ્રધ્ધાળુઓને પરત આવતા RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત

કુંભના મેળામાં ગયેલા વ્યક્તિ સુપર સ્પ્રેડર બની શકે છે

એક બાજુ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી બાજુ બહારથી આવતા લોકો પણ કોરોના ફેલાવે તેવી દહેશત છે. કુંભના મેળામાં લાખોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા, તેમાંથી કોઈ કોરોનાગ્રસ્ત હોય અને જે તે જિલ્લામાં આવે તો અહીં અનેક લોકોમાં કોરોના સંક્રમણ ફેલાઈ શકે છે.

જામનગરમાં મુખ્યપ્રધાન રૂપાણીની પત્રકાર પરિષદ

આ પણ વાંચોઃ લુણાવાડા ખાતે ત્રણ કોરોના ટેસ્ટિંગ ડોમ ઉભા કરી 250 જેટલા RTPCR- રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા

જામનગર જિલ્લામાં રોજ 300થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે

સમગ્ર રાજ્યમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જામનગર જિલ્લામાં પણ કોરોના બેકાબૂ બન્યો છે. કોવિડ હોસ્પિટલ હાઉસફુલ બની છે અને ખાનગી હોસ્પિટલમાં પણ જગ્યા નથી, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાને જામનગરમાં જાહેરાત કરી છે કે, કુંભ મેળામાં ગયેલા લોકોને અટકાવવામાં આવશે અને કોરોના રિપોર્ટ આવ્યા બાદ આઇસોલેટ રાખવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.