- સિઝન પ્રમાણે વિવિધ પાકોની મબલક આવક
- મગફળીના ભાવમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર છે હાપા યાર્ડ
- મગફળી,ચણા, અજમો,જીરું, કપાસની રેકોર્ડબ્રેક આવક
જામનગર: જિલ્લામાં આવેલા હાપા માર્કેટ યાર્ડમાં અન્ય જિલ્લાના ખેડૂતો પાકનું વેચાણ કરી શકે તેવો કાયદો બનાવવામાં આવ્યો છે. જેનો સીધો ફાયદો યાર્ડને થયો છે. અત્યાર સુધી માત્ર જામનગર પંથકના ખેડૂતો જ અહીં વિવિધ પાકોનું વેચાણ કરતા હતા, પરંતુ વર્ષ 2020માં નવા કાયદા પ્રમાણે હવે ગમે તે જિલ્લાના ખેડૂતો અહીં માલનું વેચાણ કરી શકે છે. જેથી સારો માલ હોય તો ભાવ પણ સારો મળે છે.
આ પણ વાંચો - કોવિડ 19 અંતર્ગત DGPની પત્રકાર પરિષદ
અન્ય રાજ્યોના વેપારીઓ માલની કરી રહ્યા છે ખરીદી
અન્ય રાજ્યમાં વેપારીઓ પણ અહીં ખરીદ વેચાણ કરી શકે છે. જેને લઈ વિવિધ પાકના ભાવ ઉંચા રહે છે. આ વર્ષે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચો મગફળીનો ભાવ હાપા યાર્ડમાં બોલાયો હતો.
આ પણ વાંચો - જામનગરમાં સોમવાર સુધીમાં રીલાયન્સની કોવિડ હોસ્પિટલ થશે કાર્યરત
વર્ષ 2020-21ના વર્ષમાં રૂપિયા 790 કરોડનું ટન ઓવર
હાપા માર્કટિંગ યાર્ડમાં શેષની આવકમાં પણ ગત વર્ષે રૂપિયા 535 કરોડની આવક થઇ હતી. જે વધીને રૂપિયા 691 કરોડ સુધી પહોંચી છે. જે અત્યાર સુધીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઇ છે.