ETV Bharat / city

જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1000 બેડની વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરશે

જામનગરમાં 1000 બેડની ઓક્સિજનની સુવિધા સાથેની કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને જામનગરમાં કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરવા અનુરોધ કર્યો હતો. જેને લઈ  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી જામનગરમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરશે.

author img

By

Published : Apr 28, 2021, 5:44 PM IST

જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ1000 બેડની વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરશે

  • 1000 બેડની ઓક્સિજનની સુવિધા સાથેની કોવિડ હોસ્પિટલ બનશે
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓક્સિજન સપ્લાય વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરશે
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અનુરોધને લઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હોસ્પિટલ શરૂ કરશે

જામનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે વાતચીત કરીને જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથે ઓક્સિજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અનુરોધ કર્યો હતો. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અનુરોધનો ત્વરિત પ્રતિસાદ આપતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાતમાં કોરોના સંક્રમણની મહામારીની વિપદામાં જનતા જનાર્દનની સેવામાં સરકાર સાથે રિલાયન્સ પરિવાર પણ પડખે ઊભી છે તેની ખાતરી આપી હતી.
તેમણે મુખ્યપ્રધાનની અપિલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સામાજિક ઉત્તરદાયિત્વ રૂપે જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથેની ઓક્સિજન સુવિધાઓ સહિતની હોસ્પિટલ બનાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓને સૂચનાઓ પણ આપી છે.

આ પણ વાંચોઃ જામનગરની શ્રધ્ધા હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત મહિલાનું મોત, ઓક્સિજનની અછતના કારણે મોત થયું હોવાનો આક્ષેપ

રવિવાર સુધીમાં ઓક્સિજન બેડની સુવિધા સાથે 400 બેડની હોસ્પિટલ તૈયાર થઈ જાશે

મુકેશ અંબાણીએ મુખ્યપ્રધાનને જણાવ્યું કે, આગામી રવિવાર સુધીમાં ઓક્સિજન બેડની સુવિધા સાથે 400 બેડની હોસ્પિટલ જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શરૂ કરી દેવાશે. ત્યારબાદ વધુ 600 બેડની ક્ષમતા સાથેની હોસ્પિટલ શરૂ કરવાનું ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતનું નિર્માણ કાર્ય હાથ ધરાશે. 1000 બેડની સંપૂર્ણ ક્ષમતા સાથેની હોસ્પિટલ એકાદ સપ્તાહમાં શરૂ કરવામાં આવશે.

હોસ્પિટલ માટે જરૂરી માનવબળ પુરૂં પાડવામાં રાજ્ય સરકાર રિલાયન્સને મદદરૂપ બનશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનને જણાવ્યું કે, આ હોસ્પિટલ માટે જરૂરી માનવબળ પુરૂં પાડવામાં રાજ્ય સરકાર રિલાયન્સને મદદરૂપ બનશે. અન્ય સાધન-સામગ્રી, ઇક્વિપમેન્ટસ અને આનુષાંગિક સુવિધાઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ હોસ્પિટલ માટે ઊભી કરશે. જામનગરમાં નિર્માણ થનારી રિલાયન્સની હોસ્પિટલ માટે મુખ્યપધાન વિજય રૂપાણીની સૂચના અને માર્ગદર્શનમાં મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસના નેતૃત્વમાં જિલ્લા કલેક્ટર, તેમજ જિલ્લા વહિવટીતંત્ર સંકલનની જવાબદારી સંભાળી રહ્યા છે.

આ પણ વાંચોઃ 1573 બેડ ધરાવતી જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ

પહેલા 400 બેડની તેમજ ત્યારબાદ વધુ 600 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી રવિવાર સુધીમાં 400 બેડની તેમજ ત્યારબાદ એકાદ સપ્તાહમાં વધુ 600 બેડ સાથે એમ કુલ 1000 બેડની સંપૂર્ણ ક્ષમતાની ઓક્સિજન સુવિધા સહિતની આ હોસ્પિટલ કાર્યરત થવાથી જામનગર તેમજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર વગેરે જિલ્લાઓના નાગરિકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા ઘર આંગણે મળતી થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.