- સામાજીક સંસ્થાના સહયોગ વિના એકલા હાથે અભ્યાસ કરાવતા રેખા નંદાની અનોખી સેવા વૃત્તિ
- ભિક્ષાવૃત્તિ કરતા ગરીબ બાળકોને આજે પણ અક્ષરજ્ઞાન મેળવવું ખૂબ કઠિન
- ગરીબ અને છેવાડાના માનવીની સેવામાં જીવન સમર્પિત કરવું જોઈએ: રેખા નંદા
જામનગર: ગરીબ અને ભીખ માંગતા બાળકોને કોઈપણ જાતની સરકારી સહાય કે કોઈપણ સામાજીક સંસ્થાના (social organization) સહયોગ વિના એકલા હાથે અભ્યાસ (teaching poor and begging childrenren)કરાવતા રેખા નંદાની અનોખી સેવા વૃત્તિ (Rekha Nanda's unique service) જોવા મળી રહી છે. જામનગરના લાખોટા તળાવની આજુબાજુમાં મોટી સંખ્યામાં બાળકો જોવા મળી રહ્યા છે. વહેલી સવારે રેખા નંદા છ વાગ્યે ઉઠીને સીધા લાખોટા તળાવ ખાતે પહોંચે છે, અને અહીં તમામ બાળકોને એકઠા કરી અને ભણવાનું શરૂ કરે છે.
આ પણ વાંચો: અંબાજી વિસ્તારમાં પ્રાથમિક શાળા પુનઃ ધબકતી થયી
ગરીબ બાળકોને છેલ્લા ઘણા સમયથી આપી રહ્યા છે શિક્ષણ
ETV Bharat સાથેની વાતચીતમાં રેખાબેને જણાવ્યું કે તેમના ગુરૂજીએ તેમને એક મંત્ર આપ્યો હતો અને આ મંત્રમાં તેમણે જણાવ્યું હતું કે, ગરીબ અને છેવાડાના માનવીની સેવામાં જીવન સમર્પિત કરવું જોઈએ, ત્યારથી રેખાબેન સતત ગરીબ લોકોની સેવા કરતા જોવા મળી રહ્યા છે. અહીં મોટી સંખ્યામાં બાળકો અક્ષરજ્ઞાન મેળવવા માટે આવી રહ્યા છે.
મોટી સંખ્યામાં ગરીબ બાળકો આવે છે અભ્યાસ કરવા
રેખાબેનની સાથે અન્ય લોકો પણ આ સેવાકીય કામગીરીમાં જોડાઇ ગયા છે, જોકે હજુ પણ શિક્ષક આવૃત્તિ કરતાં અમુક બાળકોના વાલીઓ તેમને અહીં આવવા માટે અટકાવી રહ્યા છે, ત્યારે રેખાબેન જણાવી રહ્યા છે કે, ભિક્ષાવૃતિ કરતા ગરીબ બાળકોને ભણાવવા જોઈએ અને તેમનો સર્વાંગી વિકાસ કરવો જોઈએ તે માટે સમાજના આગેવાનોએ પણ આગળ આવવું જોઈએ.
આ પણ વાંચો: students cleaning school toilet : નવસારીની તવડી પ્રાથમિક શાળામાં ગંદકીની સફાઈ કરતા વિદ્યાર્થીઓ
સમાજના અન્ય લોકોએ પણ આવી કામગીરી માટે આગળ આવવું જોઈએ...
એક બાજુ ઇંગ્લીશ મીડીયમ સ્કુલોનો રાફડો ફાટયો છે તો બીજી બાજુ ભિક્ષાવૃત્તિ કરતા ગરીબ બાળકોને આજે પણ અક્ષરજ્ઞાન મેળવવું ખૂબ કઠિન છે, ત્યારે આવા સમયમાં રેખા નંદા જેવા લોકો આગળ આવ્યા અને ગરીબ બાળકોને અક્ષરજ્ઞાન અપાવી રહ્યા છે.