- જામનગરને બ્રાસપાર્ટનું હબ ગણવામાં આવે છે
- GIDCમાં ઉદ્યોગના 5,000 જેટલા કારખાના
- યુપી-બિહાર તેમ જ અન્ય રાજ્યના શ્રમિકોનો સમાવેશ થાય છે
જામનગર: જિલ્લાને બ્રાસપાર્ટનું હબ ગણવામાં આવે છે. 6 એપ્રિલના રોજ જ રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ રાજ્યના 20 મોટા શહેરોમાં રાત્રી કરફ્યૂનું એલાન કર્યું છે. જોકે સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવશે તો લોકોની હાલત અત્યંત દયનિય બની જશે.
શ્રમિકો મુકાશે મુશ્કેલીમાં?
બ્રાસપાર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો માંગ કરી રહ્યા છે કે રાત્રી કરફ્યૂએ રાજ્ય સરકારનો નિર્ણય બરાબર છે, પણ સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવશે તો શ્રમિકો મુશ્કેલીમાં મુકાશે.
અન્ય રાજ્યના લોકો બ્રાસપાર્ટ સાથે સંકળાયેલા છે
છેલ્લા ત્રણ મહિનાથી આ શ્રમિકોને બ્રાસ ઉદ્યોગમાં ધંધો-રોજગાર મળ્યો છે અને મોટા ભાગના શ્રમિકો દિવસ દરમિયાન બ્રાસપાર્ટના કારખાનામાં કામ કરતા હોય છે.
આ પણ વાંચો: લોકડાઉનની અફવાના કારણે અનેક શ્રમિકો સુરત છોડી પોતાના વતન જવા રવાના થયા
શ્રમિક એક હજારનો દંડ કેમ ભરી શકે?
એક બાજુ લોકડાઉનની દહેશત છે તો બીજી બાજુ સતત વધતી મોંઘવારીને લઈને પણ આ શ્રમિકો પરેશાન બન્યા છે. માસ્કનો મસ મોટો દંડ પણ શ્રમિકોને પરવડે તેમ નથી. માત્ર 200 રૂપિયા કમાતો શ્રમિક એક હજારનો દંડ કેમ ભરી શકે? તેવા સવાલ પણ આ શ્રમિકો કરી રહ્યા છે.