- રવીન્દ્ર જાડેજાએ વધુ એક સિદ્ધિ મેળવી
- ત્રણેય ફોર્મેટમાં 50થી વધુ મેચ રમનાર ખેલાડીઓની યાદીમાં સામેલ થયો
- ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ મેળવી છે ઘણી બધી સિદ્ધિ
જામનગરઃ રવીન્દ્ર જાડેજાએ વધુ એક સિદ્ધિ મેળવી છે. રવીન્દ્ર જાડેજાએ વન ડે, ટી-20 અને ટેસ્ટ એમ ત્રણેય ફોર્મેટમાં 50થી વધુ મેચ રમનાર ખેલાડીઓની યાદીમાં સામેલ થયો છે. રવીન્દ્ર જાડેજાએ 50 ટેસ્ટમાં 72 ઇનિંગ રમી એક શતક, 15 અર્ધ શતક સાથે કુલ 1926 રન કર્યા છે. તેમજ 216 વિકેટ મેળવી છે. 50 ટી-20 મેચ રમી 217 રન સાથે 39 વિકેટ લીધી છે. જયારે 168 વન ડે મેચ રમી 13 અર્ધ શતક સાથે 2411 રન બનાવ્યાં છે. આ ઉપરાંત 188 વિકેટ મેળવી છે. ત્રણેય ફોર્મેટમાં 50 કે વધુ મેચ રમવાની સિદ્ધિ મેળવ્યાં બાદ રવીન્દ્ર જાડેજાએ ટ્વિટ કરી મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, બીસીસીઆઇ તેમજ ટીમના સાથી ખેલાડીઓનો આભાર માન્યો છે.
ડોમેસ્ટિક ક્રિકેટમાં સળંગ ત્રણ મેચમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર એક માત્ર ખેલાડી
રવીન્દ્ર જાડેજાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણી સિદ્ધિ મેળવી છે. સળંગ ત્રણ મેચમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર રવીન્દ્ર જાડેજા એક માત્ર ખેલાડી છે. જે તેઓએ 2011-12ની સિઝનમાં ઓરિસ્સા સામે 314 અને ગુજરાત સામે 303 રન જયારે 2012-13ની સિઝનમાં રેલવે સામે 331 રન ફટકાર્યા હતા. રવીન્દ્ર જાડેજાએ 103 ફર્સ્ટ કલાસ મેચ રમી 10 શતક, 30 અર્ધ શતક સાથે 5859 રન કર્યા છે અને 426 વિકેટ મેળવી છે. જેમાં 18 વખત 4 વિકેટ, 27 વખત 5 વિકેટ અને 7 વખત 10 કે તેથી વધુ વિકેટ લીધી છે.
ક્રિકેટના કયાં ફોર્મેટમાં તેણે કયારે કારકિર્દી શરૂ કરી:
- વન ડે ફેબ્રુઆરી 2009 શ્રીલંકા સામે
- ટી-20 10 ફેબ્રુઆરી 2009 શ્રીલંકા સામે
- ટેસ્ટ 13 ડિસેમ્બર 2012 ઇંગ્લેન્ડ સામે