- જામનગરમાં શાકભાજીના ભાવમાં વધારો
- કિલોએ રૂપિયા 50થી 80 જેટલો વધારો
- ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
જામનગરઃ શહેરમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે. શહેરના મધ્યમાં આવેલી સુભાષ શાકમાર્કેટમાં શાકભાજીના ભાવમાં કિલોએ રૂપિયા 50થી 80 જેટલો વધારો નોંધાયો છે. રીંગણા, બટાકા, ટામેટા, ગુવાર, લીલા મરચાના ભાવમાં વધારો થયો છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
શાકભાજીની ખરીદીમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
સુભાષ શાકમાર્કેટમાં મોટી સંખ્યામાં મહિલાઓ શાકભાજી ખરીદવા આવે છે. જો કે, ત્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. શાકભાજી વેંચતા વેપારીઓ માસ્ક પણ પહેરતા નથી અને ગ્રાહકો પણ માસ્ક વિના શાકભાજી ખરીદતા હોવાનું જાણવા મળ્યું છે.
જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવ વધવાથી સામાન્ય માણસની મુશ્કેલીઓમાં વધારો
સુભાષ શાકમાર્કેટ શહેરના મધ્યમાં આવેલી માર્કેટ છે, જેના કારણે અહીં શહેરભરમાંથી મહિલાઓ શાકભાજી ખરીદવા આવતી હોય છે. જો કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા અન્ય કોઇ જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ન હોવાના કારણે લોકોની ભારે ભીડ થાય છે. એક બાજુ કોરોનાકાળમાં લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ છે, તો બીજી બાજુ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવ વધવાથી સામાન્ય માણસની મુશ્કેલીઓમાં વધારો થયો છે.