ETV Bharat / city

રોટલો જે દિશામાં જાય તે દિશા પરથી નક્કી થાય છે કે આ વર્ષે વરસાદ કેવો રહેશે ! - Myths About Rain

ગામડાઓમાં હજી પણ વરસાદને લઈને કેટલીક આસ્થાઓ (Rainfall in Jamnagar) તેમજ માન્યતાઓ જોવા મળી રહી છે. જે મોટા ભાગે સાચી પણ પડતી હોય છે. ત્યારે જામનગરના એક ગામમાં કુવામાં રોટલો નાખી વરસાદને લઈને (Myths about rain) અનુમાન લગાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે શું અનુમાન લગાવ્યું જાણો.

રોટલો જે દિશામાં જાય તે દિશા પરથી નક્કી થાય છે કે આ વર્ષે વરસાદ કેવો રહેશે !

author img

By

Published : Jul 5, 2022, 9:02 AM IST

જામનગર : હોય શ્રદ્ધાનો વિષય ત્યાં પુરાવાની શું જરૂર છે. આ યુક્તિને સાર્થક કરતી પરંપરા જામનગરમાં (Rainfall in Jamnagar) જોવા મળી છે. જામનગર નજીકના આમરા ગામમાં પાંચ- છ સદીઓથી રોટલાથી વરસાદનો વરતારો જોવાની પરંપરા હોવાનું સામે આવ્યું છે. અષાઢ મહિનાના પ્રથમ સોમવારે (Myths about rain) ગામના ભમરીયા કુવામાં રોટલા પધરાવી વર્ષ દરમિયાન વરસાદ કેવો રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે. આ અનુમાન સાચું પડયું હોવાનો દાવો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

રોટલા પરથી નક્કી થાય કે આ વર્ષનો વરસાદ

આ પણ વાંચો : Sanctuary Close for Tourist : જામનગરની ત્રણે સેન્ચુરીમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ જાણો કેમ?

સમગ્ર ક્રિયા શું છે - વરસાદનો વર્તારો જોવાની એવી પરંપરા છે કે, ગામના સતવારા પરિવારના વૃદ્ધ મહિલા દ્વારા બાજરીનો રોટલો બનાવવામાં આવે છે. વાણંદના હાથે આ રોટલો મંદિર સુધી લઇ જવામાં આવે છે. અહીં કૂવા કાંઠે આવેલા સતી માતાજી મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે. બાદમાં આ વિધિ ગામના (Rainfall forecast from Rotla) ભમ્મરિયા કૂવામાં ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે રોટલાને કૂવામાં પધરાવાય છે. ત્રણ જ્ઞાતિના સમન્વય સાથે ઉજવાતી આ પરંપરામાં ક્ષત્રિય યુવાન રોટલાને કૂવામાં પધરાવે છે, ત્યારે કુવામાં પડેલો રોટલો કઈ (Rainfall forecast in Gujarat) દિશામાં પડ્યો છે ? તેની દિશા જોઈ વર્ષની સફળતા-નિષ્ફળતા નક્કી થાય છે.

કુવામાં રોટલો
કુવામાં રોટલો

આ પણ વાંચો : ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં વન્યપ્રાણીઓની ટ્રાંસફર મુદ્દે હાઈકોર્ટમાં PIL,જાણો આ નિયમ

આ વર્ષ કેવું રહેશે - જો પૂર્વ દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે. જ્યારે ઇશાન દિશાને પણ શુકનવંતી માનવામાં આવે છે. આમ, દર વર્ષે આ માન્યતા સાચી પડતી હોવાની ગામ લોકોને (Faith in rain) શ્રદ્ધા છે. આપને જણાવી દઈએ કે, આ વર્ષે રોટલાની દિશા સારા વરસાદનું સૂચન કરતી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો આ વર્ષે ઈશાન ખૂણામાં રોટલો પડ્યો હતો. તેને શુકનવંતા માનવામાં આવે છે.

આસ્થા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.