ETV Bharat / city

Prithvi Ambanis First Birthday : દાદા મુકેશ અંબાણી જામનગરમાં ઉજવશે પૌત્રનો જન્મદિવસ, સેલિબ્રિટીઓનું આગમન

author img

By

Published : Dec 10, 2021, 1:12 PM IST

દેશના સૌથી મોટા વેપારી મુકેશ અંબાણી આજે પોતાના પૌત્ર પૃથ્વી અંબાણીનો (Prithvi Ambanis First Birthday) જન્મદિવસ ધામધૂમથી ઉજવશે. આજે 10 ડિસેમ્બરે પૃથ્વી અંબાણીનો પહેલો જન્મદિવસ છે, ત્યારે આખો પરિવાર જામનગર (Mukesh Ambani to celebrate grandson's birthday in Jamnagar) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં (Jamnagar Reliance Industries) જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. આ પાર્ટીમાં કોવિડના નિયમોનું ખાસ પાલન કરાવવામા આવશે, તેમજ પૃથ્વીના જન્મદિવસે આવનારા તમામ મહેમાનો વેક્સીનેટેડ હશે. જન્મદિવસના પહેલા અંબાણી પરિવાર (Charity by the Ambani family) દ્વારા હજારો ગામડાઓમાં ભોજન તથા અનાથાલયમાં ભેટસોગાદો આપ્યા છે.

Prithvi Ambanis First Birthday : દાદા મુકેશ અંબાણી જામનગરમાં ઉજવશે પૌત્રનો જન્મદિવસ, સેલિબ્રિટીઓનું આગમન
Prithvi Ambanis First Birthday : દાદા મુકેશ અંબાણી જામનગરમાં ઉજવશે પૌત્રનો જન્મદિવસ, સેલિબ્રિટીઓનું આગમન

  • અંબાણી પરિવાર આજે જામનગરમાં કરી રહ્યો છે ઉજવણી
  • પૌત્રના જન્મ દિવસની ઉજવણી માટે અંબાણી પરિવાર જામનગરમાં
  • પૃથ્વી અંબાણીના પ્રથમ જન્મ દિવસની ઉજવણી રિલાયન્સમાં

જામનગર-દેશના સૌથી મોટા વેપારી મુકેશ અંબાણી આજે પોતાના પૌત્ર પૃથ્વી અંબાણીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવશે. આજે 10 ડિસેમ્બરે પૃથ્વી અંબાણી (Prithvi Ambanis First Birthday) નો જન્મદિવસ છે, ત્યારે આખો પરિવાર જામનગર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં જન્મદિવસ ઉજવવા (Mukesh Ambani to celebrate grandson's birthday in Jamnagar) જઈ રહ્યો છે. આ સદીને યાદ રહી જાય તેવો આ જન્મદિવસ હશે. આ પાર્ટીમાં કોવિડના નિયમોનું ખાસ પાલન કરાવવામા આવશે, તેમજ પૃથ્વીના જન્મદિવસે આવનારા તમામ મહેમાનો વેક્સીનેટેડ હશે. જન્મદિવસના પહેલા અંબાણી પરિવારે હજારો ગામડાઓમાં ભોજન તથા અનાથાલયમાં ભેટસોગાદો (Charity by the Ambani family) આપ્યા છે.

અંબાણી પરિવાર દ્વારા હજારોને ભોજન અને ભેટસોગાદ પણ અપાયાં

100 થી વધુ પૂજારીઓને આમંત્રિત કર્યા

પૃથ્વીના જન્મદિવસ (Prithvi Ambanis First Birthday) પર અંબાણી પરિવારે 100થી વધુ પૂજારીઓને આમંત્રિત કર્યા છે. જેઓ જામનગર આવીને પૃથ્વી અંબાણીને આર્શીવાદ આપશે. તેઓ પૃથ્વીના લાંબા જીવન અને સ્વાસ્થ્ય માટે પૂજા અર્ચના કરશે. પૂજા સંપન્ન થયા બાદ તેઓ પૃથ્વીને આર્શીવાદ આપશે.

કોરોના guideline નું સંપૂર્ણ પાલન કરવામાં આવશે

દેશના સૌથી અમીર પરિવારના સૌથી નાનકડા સદસ્યનો પહેલો જન્મદિવસ ખાસ (Mukesh Ambani to celebrate grandson's birthday in Jamnagar) બની રહેશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના રિલાયન્સમાં (Jamnagar Reliance Industries) યોજાનારી પાર્ટીમાં બોલિવુડની અનેક સેલિબ્રિટીઝને આમંત્રિત કરાઈ છે. જામનગરના ફાર્મ હાઉસમાં પૃથ્વીનો જન્મદિવસ ઉજવાશે. જેમાં સચીન તેંડુલકર, દિપીકા, રણવીર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ સહિત અનેક સેલિબ્રિટી (Celebrities in Pruthvi Ambani party) પ્રાઈવેટ જેટ દ્વારા જામનગર રિલાયન્સ પહોંચશે. કહેવાય છે કે, જન્મદિવસ માટે માત્ર 120 મહેમાનોને જ આમંત્રણ અપાયુ છે, જેમાંથી મોટાભાગની સેલિબ્રિટી અને નજીકના લોકો સામેલ છે.

પૃથ્વીના જન્મદિવસે આવનારા તમામ મહેમાનો વેક્સીનેટેડ

એરપોર્ટ પર વિવિધ સેલિબ્રિટીઓનું આગમન

જન્મદિન પહેલા (Prithvi Ambanis First Birthday) પરિવાર દ્વારા 50,000 ગરીબ લોકોને ભોજન કરાવાયું છે. તેમજ અનાથાલયમાં બાળકોને ભેટસેગાદો આપવામાં આવી છે. ભારતના લગભગ 150 જેટલા અનાથાલયમાં રહેનારા હજારો બાળકોને પૃથ્વી તરફથી ભેટ આપવામાં આવી છે. બાળકોમાં આપવામાં આવેલા રમકડા નેધરલેન્ડથી (Charity by the Ambani family)મંગાવાયા છે.

કોરોનાથી બચવા ખાસ વ્યવસ્થા

કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો મંડરાઈ રહ્યો છે, જે વચ્ચે પૃથ્વી અંબાણીનો પહેલો જન્મદિવસ (Prithvi Ambanis First Birthday) ઉજવાઈ રહ્યો છે. તેથી અંબાણી પરિવારની પાર્ટીમાં જે મહેમાનો (Celebrities in Pruthvi Ambani party) આવશે, તે તમામ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. તમામ મહેમાનોની મેડિકલ તપાસ કરાઇ હતી. રોજેરોજ તેમનો મેડિકલ રિપોર્ટ બન્યો. તેમના રિપોર્ટ નેગેટિવ આવવા પર જ અંબાણી દ્વારા બુક કરાયેલ પ્રાઈવેટ જેટ દ્વારા જામનગર લઈ જવામાં આવનાર છે. તેઓને જન્મદિવસના સમય સુધી ક્વોરેન્ટાઈન રાખવામાં આવશે. જન્મદિવસના પ્રસંગે આવનારા તમામ મહેમાનોની સાથે સાથે પરિવારના લોકોની સુરક્ષા જોતાં આ ક્વોરેન્ટીન બબલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ જામનગર : વિશ્વનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય રિલાયન્સ દ્વારા નિર્માણ પામશે

આ પણ વાંચોઃ Olive Tree: જામનગરમાં અંબાણી પરિવારના આંગણાની શોભા વધારશે 84 લાખ રૂપિયાના 2 દુર્લભ ઓલિવ વૃક્ષ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.