ETV Bharat / city

President on visit to Gujarat: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે બન્યા જામનગરના મહેમાન, INS વાલસુરા શું છે, જાણો - રોઝીમાતાનું મંદિર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે (શુક્રવારે) જામનગરના મહેમાન (Ramnath Kovind Jamnagar Guest) બન્યા છે. અહીં ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી(Presidents Color Award) સન્માનિત કરાશે. શું છે INS વાલસુરા ચાલો તે જાણીએ.

President on visit to Gujarat: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે બન્યા જામનગરના મહેમાન, INS વાલસુરા શું છે, જાણો

author img

By

Published : Mar 24, 2022, 4:08 PM IST

Updated : Mar 25, 2022, 9:26 AM IST

જામનગર: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે રાષ્ટ્રપતિ જામનગરના મહેમાન બન્યા છે. જ્યાં તેઓ ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરાશે. ત્યારે શું છે INS વાલસુરા તે જાણીએ.

શું છે INS વાલસુરા તે જાણીએ

150 જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપશે - ભારતના રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રામનાથ કોવિંદે ગુજરાતમાં જામનગર ખાતે આવેલા ઇન્ડિયન નવલ શિપ (INS) વાલસુરાને 25 માર્ચ 2022ના રોજ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ સ્મરણીય પ્રસંગને યાદગાર બનાવવા માટે 150 જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે આદરણીય રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ(Formal parade) રજૂ કરવામાં આવશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર. હરી કુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ વાઇસ એડમિરલ એમ.એમ. હમ્પિહોલી તેમજ અન્ય વરિષ્ઠ નાગરિક અને સૈન્ય મહાનુભાવો આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેશે.

રોઝી બંદર ખાતે ભારતીય નૌસેનાનું મથક ‘આઈ.એન.એસ. વાલસુરા’ આવેલું છે.

આ પણ વાંચો: INS વાલસુરા ખાતે વિવિધ અભ્યાસક્રમના તાલીમાર્થીઓની પાસિંગ આઉટ પરેડ યોજાઈ

શા માટે અપાય છે આ એવોર્ડ - પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ સૈન્યના કોઇપણ એક યુનિટને શાંતિ અને યુદ્ધ બંને સમયમાં રાષ્ટ્રની અસામાન્ય સેવા બદલ સન્માનિત કરવા માટે આપવામાં આવે છે. ભારતીય નૌસેના સશસ્ત્ર દળોની પ્રથમ શાખા છે, જેને 27 મે 1951ના રોજ ભારતના તત્કાલિન આદરણીય રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

શુ છે INS વાલસુરા - 1942માં સ્થાપવામાં આવેલું INS વાલસુરા ભારતીય નૌસેનાની પ્રીમિયમ તાલીમ સંસ્થા છે. આ સંસ્થાને ભારતીય નૌસેના, તટરક્ષક દળ અને મિત્ર વિદેશી દેશોના અધિકારીઓ અને સૈન્ય નાવિકોને ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, શસ્ત્ર પ્રણાલીઓ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંગે તાલીમ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. INS વાલસુરાએ લગભગ 80 વર્ષ કરતાં વધારે સમયથી રાષ્ટ્રને આપેલી નોંધનીય અને શૌર્યપૂર્ણ સેવા બદલ પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી છે. પ્રારંભિક પરેડનું અગ્રણી સમાચાર ચેનલો પર પ્રસારણ કરવામાં આવશે. પ્રાસંગિક પરેડ પછી રાષ્ટ્રપતિ દ્વારા અન્ય મહાનુભાવ અતિથિઓની ઉપસ્થિતિમાં વિશેષ કવર બહાર પાડવામાં આવશે.

INS વાલસુરા ભારતીય નૌસેનાની પ્રીમિયમ તાલીમ સંસ્થા છે.

1971ના યુદ્ધ માં INS વાલસુરાનો રોલ રહ્યો અગત્યનો - 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું આ યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો જોકે જામનગરમાં આર્મી નેવી અને એરફોર્સના ટ્રેનિંગ સેન્ટર આવેલા છે. વાલસુરા નવી મથક દ્વારા પાકિસ્તાનના હાર્બર બંદર પર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં હાર્બર બંદર નેસ્તનાબૂદ થયું હતું. પદ્મા પાકિસ્તાનની યુદ્ધ પરની પકડ તૂટી ગઈ હતી અને ભારતીય જવાનોએ પાકિસ્તાનને ઘમરોળી નાખ્યું હતું. નેવીના જવાનો દરિયાઈ માર્ગે પાકિસ્તાનમાં ભયંકર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: જામનગરના વાલસુરામાં નૌ સેના દિવસની ભવ્ય ઉજવણી, જવાનોએ કર્યુ મશાલ પ્રદર્શન

ક્યાં આવ્યું INS વાલસુરા - રોઝી બંદર ખાતે ભારતીય નૌસેનાનું મથક ‘INS વાલસુરા’ આવેલું છે. અહીં રોઝીમાતાનું મંદિર(Temple of Rozymata), વાલસુરા તળાવ તથા મીઠાનાં અગરો આવેલાં છે. નજીકમાં નવું બેડી બંદર આવેલું છે. સમુદ્ર અને સમુદ્રની ખાડીથી ઘેરાયેલ હોય આ ગામ ‘રોઝીબેટ’ તરીકે પણ ઓળખાવાય છે.

INS વાલસુરાનો ઇતિહાસ અને મહત્વ - ભારતમાં આમ તો મુંબઈ સહિતના બંદરો પર નેવી મથક કાર્યકર્તાઓ છે. પણ વાલસુરાનું મહત્વ અલગ છે જામનગરના રાજવી એ ભારત સરકારમાં રજૂઆત કરી અને ઇન્ડિયન નેવી ટ્રેનિંગ મથક(Indian Navy Training Station) સ્થાપવાની માંગ કરી હતી જે અનુસંધાને ભારત સરકારે રોજી બંદરમાં નેવી ટ્રેનિંગ સેન્ટર વાલસુરાની સ્થાપના કરી હતી.

INS વાલસુરા ભારત સહિત અન્ય દેશના જવાનોને ટ્રેનિંગ આપવામાં આવે છે - શ્રીલંકા મ્યાનમાર બાંગ્લાદેશ ભૂટાન,નેપાળ, જેવા દેશોના નેવીના જવાનો અહીં તૈયાર થાય છે આ જવાનોને તમામ પ્રકારની ટ્રેનિંગ લેવી મથક વાલસુરા માપવામાં આવે છે દર વર્ષે નવી મથક વાલસુરામા એક હજારથી વધુ જવાનો ટ્રેનિંગ પૂર્ણ કરી અને જુદા જુદા સેન્ટર પર પોસ્ટિંગ આપવામાં આવે છે.

જવાનોને ઇલેક્ટ્રોનિક રેડીયોલોજીસ્ટ તેમજ સેલીલિંગ સહિતની તાલીમ આપવામાં આવે છે - દર 90 વિકની તાલીમ પૂર્ણ કર્યા બાદ આ જવાનોની પાસે પાસિંગ પરેડ યોજવામાં આવે છે.. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યપાલ સહિતના મહેમાનો ઉપસ્થિત રહેતા હોય છે. INS વાલસુરામાં જવાનોને શારીરિક તેમજ માનસિક રીતે તાલીમબદ્ધ કરવામાં આવે છે.

Last Updated : Mar 25, 2022, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.