- યુવકને FB પર વીડિયો અપલોડ કરવો પડ્યો અઘરો
- પોલીસે ગુનો નોંધી યુવકની શોધખોળ શરૂ કરી
- સગર, સતવારા,આહીર અને ગામેતી વિશે કરી ટિપ્પણી
જામનગરઃ લાલપુર તાલુકાના સણોસરા ગામમાં રહેતા કેતન રસિકલાલ અંબાસણા નામના શખ્સનો એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં કેતને સતવારા, સગર, આહિર અને ગામેતી સમાજના લોકોને અપશબ્દો કહ્યા હતાં, તેમજ ફર્નિચર, વેલ્ડીંગનો વ્યવસાય કરતા સુથાર, લુહાર વગેરે સમાજનો હોવાથી તે છોડીને ખેતી કરવાની સલાહ આપી હતી. ઉપરાંત અલગ-અલગ ધર્મ અને જાતિ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય, સુલેહ શાંતિનો ભંગ થાય તેવું બોલતો વીડિયો વાઇરલ થયો હતો.
આ પણ વાંચોઃ હોમ ક્વોરેન્ટાઇનનો ભંગ કરનાર કોરોનાના ત્રણ દર્દીઓ સામે પોલીસ ફરિયાદ
કેતન વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા
વાઇરલ વીડિયોમાં કેતન, ‘ચોખો વીડિયો નાખું છું. થાય તે મારું કરી લેજો.’ આવા શબ્દો બોલ્યો હતો. વાઇરલ થયેલા વીડિયોના કારણે પીએસઆઈ ડી.એસ.વાઢેર તથા સ્ટાફે હરકતમાં આવીને કેતન વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.