જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલે જામનગરના મહેમાન (PM Modi Jamnagar Visit) બનશે. અહીં જામનગર-ખંભાળિયા હાઈવે પર એરપોર્ટ પછી આવતા ગોરધનપર ગામમાં 35 એકરમાં ગ્લોબલ સેન્ટરની (Global Center for Traditional Medicine in Gordhanpar village) સ્થાપના કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સેન્ટરનું ભૂમિપૂજન (PM Modi GCTM Bhumipujan in Jamnagar ) કરશે. તેવામાં વડાપ્રધાનના આગમન માટેની તડામાર તૈયારી ચાલી રહી છે. અહીં લાખા બાવળ પાટિયા પાસે 2 ડોમ ઊભા કરાયા છે. તેમાં 2,000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ અહીં આયૂષ મંત્રાલય સહિતના વિવિધ સરકારી વિભાગો માટે બાજુના ડોમમાં કામચલાઉ ઓફિસો પણ શરૂ કરવામાં આવશે.
જામનગરમાં બનશે GCTM - ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા જામનગર એરપોર્ટ પછીના ગોરધનપર ગામે 35 એકરમાં બનવા જઈ રહેલા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન (Global Center for Traditional Medicine in Gordhanpar village -GCTM)નું આગામી 19 એપ્રિલે વડાપ્રધાન ભૂમિપૂજન (PM Modi GCTM Bhumipujan in Jamnagar) કરશે.
આયૂષ મંત્રાલયે WHO સાથે કર્યા હતા કરાર - સ્વિટઝરલેન્ડના જિનિવા ખાતે હેડ ક્વાર્ટર ધરાવતી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) સાથે 26 માર્ચે ભારત સરકારના આયૂષ મંત્રાલયે કરાર (Ministry of AYUSH World Health Organization MoU) કર્યા હતા. જામનગર ખાતે વિશ્વના 141 દેશોની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિના પ્રયોગો અને તેના પરિણામોને લેબોરેટરીમાં પ્રમાણભૂત કરીને આગામી વર્ષોમાં તેને માન્યતા પ્રાપ્ત કરાવવાના ભગીરથ કાર્ય માટે ગ્લોબલ સેન્ટરનો (Global Center for Traditional Medicine in Gordhanpar village) આરંભ કરવામાં આવશે.
આયૂષ મંત્રાલયના કેબિનેટ પ્રધાને જામનગરની લીધી હતી મુલાકાત - આ અગાઉ 8 એપ્રિલે આયૂષ મંત્રાલયના કેબિનેટ પ્રધાન સર્બાનંદ સોનોવાલ અને આયૂષ વિભાગના સચિવ રાજેશ કોટેચા જામનગરની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે જાહેરાત કરી હતી કે, જામનગર-ખંભાળિયા હાઈ વે પર એરપોર્ટ બાદ આવતા ગોરધનપર ગામમાં 35 એકરમાં ગ્લોબલ સેન્ટરની (Global Center for Traditional Medicine in Gordhanpar village) સ્થાપના કરવામાં આવશે, જેનું ભૂમિપૂજન (PM Modi GCTM Bhumipujan in Jamnagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલે (PM Modi Jamnagar Visit) કરશે.
આ મહાનુભાવો રહેશે ઉપસ્થિત - આ સમારોહમાં વડાપ્રધાન મોદી સિવાય WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ અને મોરેશિયસ દેશના વડાપ્રધાન પ્રબિન્દ જુગ્નાથ, વિવિધ દેશોના રાજદ્વારી અધિકારીઓ તેમ જ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, આયૂષ પ્રધાન સર્બાનંદ સોનોવાલ, રાજ્યના પ્રધાનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત રહેશે - વડાપ્રધાન સહિતના VVIPઓની સુરક્ષા માટે અભેદ સુરક્ષા કવચ રચવામાં આવશે. તો ભૂમિપુજન (Global Center for Traditional Medicine in Gordhanpar village) સાઈટ, શહેરમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટિચીંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (ITRA) ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ અહીં સલામતીનો ચુસ્ત બંદોબસ્ત પણ કરવામાં આવશે.