- જામનગરમાં વેક્સિન રજિસ્ટ્રેશનના ધાંધિયા
- લોકો ઉઠાવી રહ્યા છે સવાલો
- રજિસ્ટ્રેશન મામલે લોકો પરેશાન, ટેક્નિકલ ઇસ્યુંના કારણે નથી થઈ શકતું રજિસ્ટ્રેશન
જામનગર : શહેરમાં યુવા વર્ગ અને સિનિયર સીટીઝન મોટી સંખ્યામાં વેક્સિન લઈ રહ્યા છે. જોકે રજિસ્ટ્રેશનના હજુ પણ ધાંધિયા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને લોકો 10 દિવસ સુધી વેક્સિનનું રજિસ્ટ્રેશન કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે પણ વેક્સિનનો સ્લોટ માત્ર પાંચ મિનિટ જ ખુલ્લો રહેતા અનેક લોકો રજિસ્ટ્રેશન કરાવી શકતા નથી. વેક્સિન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા લેધી છે જેના કારણે લોકો અનેક મુશ્કેલી અનુભવી રહ્યા છે.
આ પણ વાંચો : જયંતિ રવીની જાહેરાત: રાજ્યમાં વેક્સિન લેવા માટે રજીસ્ટ્રેશન જોઈશે જ
આરોગ્ય સેતુ અને કોવિન વેબસાઈટમાં કરવામાં આવી રહ્યું છે રજિસ્ટ્રેશન
હાલ રાજ્ય સરકારે આરોગ્ય સેતુ અને કોવિન વેબસાઇટ પર વેક્સિનનું રજિસ્ટ્રેશન ચાલુ છે. જોકે એક સાથે અનેક લોકો રજિસ્ટ્રેશન કરતા હોવાના કારણે વેબસાઈટ પર ટ્રાફિક જામ થાય છે અને અનેક લોકો રજિસ્ટ્રેશન વિનાના રહી જાય છે.
આ પણ વાંચો : વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરનાર 18થી 44 વયના લોકોને સ્લોટ બુકિંગનો વિકલ્પ મળ્યો
રજિસ્ટ્રેશન માટે શહેરમાં સેન્ટર શરૂ કરવામાં લોકો કરી રહ્યા છે માગ
જામનગર શહેરમાં રજિસ્ટ્રેશન માટે અલાયદુ સેન્ટર મહાનગરપાલિકાએ શરૂ કરવું જોઈએ. જેથી જે લોકોને રજિસ્ટ્રેશનમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે તેઓ અહીં આવી અને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે.