ETV Bharat / city

INS વલસુરા MEATની પાસિંગ આઉટ પરેડ યોજાઇ, એડમિરલે તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા - એડમિરલ સુપ્રિટેન્ડન્ટ રિપેર યાર્ડ કોચી

ભારતીય નૌસેના (indian navy)ની પ્રતિષ્ઠિત ઇલેક્ટ્રિકલ તાલીમ સંસ્થાન INS વલસુરા (ins valsura)ના MEAT (merged electrical artificer training) અભ્યાસક્રમના 172 તાલીમાર્થીઓ પાસ આઉટ (pass out) થયા હતા, જેમની INS પાસિંગ આઉટ પરેડ (passing out parade) યોજાઇ હતી. પોતાની વ્યાવસાયિક તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ એડમિરલે (admiral) તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા

INS વલસુરા MEATની પાસિંગ આઉટ પરેડ યોજાઇ, એડમિરલે તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા

author img

By

Published : Nov 15, 2021, 3:01 PM IST

  • તાલીમાર્થીઓ 14મી નવેમ્બર, 2021ના રોજ પાસ આઉટ થયા હતા
  • રિયર એડમિરલ સુબિર મુખરજી પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી
  • ‘બેસ્ટ ઑલ રાઉન્ડ સેઇલર’ અને ‘બેસ્ટ સ્પોર્ટ્સમેન’ને INS વલસુરા ટ્રોફી એનાયત

જામનગર: ભારતીય નૌસેના (indian navy)ની પ્રતિષ્ઠિત ઇલેક્ટ્રિકલ તાલીમ સંસ્થાન INS વલસુરા (ins valsura)ના મર્જ્ડ ઇલેક્ટ્રિકલ આર્ટિફિસર ટ્રેઇનિંગ (MEAT) અભ્યાસક્રમના 172 તાલીમાર્થીઓ 14મી નવેમ્બર, 2021ના રોજ પાસ આઉટ (pass out) થયા હતા. આ આર્ટિફિસર્સ (artificers)ની તાલીમ 106 અઠવાડિયાઓ દરમિયાન હાથ ધરાઇ હતી, જે દરમિયાન તાલીમાર્થીઓને ટેક્નોલોજીની વિશાળ શ્રેણીઓના વિષયો અને રડાર્સ, સરફેસ અને સબ સરફેસ હથિયારો, ઇલેક્ટ્રોનિક શસ્ત્રસંરજામ અને કંટ્રોલ સિસ્ટમ જેવા વિશિષ્ટ ઉપકરણોથી પરિચિત કરાવવામાં આવ્યા હતા.

એડમિરલે તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા

એડમિરલ સુપ્રિટેન્ડન્ટ રિપેર યાર્ડ કોચીના એડમિરલ સુબિર મુખરજીએ સંસ્થાન ખાતે યોજાયેલી ભવ્ય પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી.

એડમિરલ સુપ્રિટેન્ડન્ટ રિપેર યાર્ડ કોચીના એડમિરલ સુબિર મુખરજી (admiral superintendent of naval ship repair yard) NMએ સંસ્થાન ખાતે યોજાયેલી ભવ્ય પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી હતી. પોતાની વ્યાવસાયિક તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ એડમિરલે તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય નૌસેનાના લડાકુ મંચો ઉપર ઇષ્ટતમ જાળવણી સુનિશ્ચિત કરવા માટે અદ્યતન તકનિકી વિકાસની ઝડપ સાથે પોતાની ઝડપ જાળવવા માટે અભ્યાસની ઉપયોગિતા ચોક્કસપણે જાળવી રાખવી જોઇએ.

જવાનોને વિવિધ ટ્રોફીઓ આપવામાં આવી

INS વલસુરા ટ્રોફી એનાયત કરવામાં આવી
INS વલસુરા ટ્રોફી એનાયત કરવામાં આવી

પાસિંગ આઉટ પરેડ દરમિયાન એડમિરલ દ્વારા પરવીન EA (R)/APP અને કમાન્ડિંગ ઓફિસરને ‘બેસ્ટ ઑલ રાઉન્ડ સેઇલર’ માટે એડમિરલ રામનાથ ટ્રોફી અને લોકેશ EA (R)/APPને ‘બેસ્ટ સ્પોર્ટ્સમેન’ બદલ INS વલસુરા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: હવે જામનગરમાં પણ દૂર કરાશે નોનવેજની લારીઓ! તંત્ર કરી રહ્યું છે વિચારણા

આ પણ વાંચો: શું ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ડ્રગ્સ કોરીડોર બની રહ્યો છે? જાણો ETV Bharatનો સ્પેશિયલ રીપોર્ટમાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.