- જામનગરમાં ઓક્સિજનની કમી ઊભી ન થાય તે માટે જયપુરથી ઓક્સિજન લવાયો
- એરફોર્સના વિમાનમાં લવાયો ઓકિ્સજનનો જથ્થો
- ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં બે હજારથી વધુ દર્દીઓ દાખલ
જામનગર: શહેરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ આવેલી છે. અહીં કોરોનાના બે હજારથી વધુ દર્દીઓ દાખલ છે. સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની કમી ઊભી ન થાય, તે માટે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે સોમવારે જામનગરની મોટાભાગની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ઊભી થઈ હતી.
આ પણ વાંચો : જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 1,227 બેડ સજ્જ
એરફોર્સના ફેસબુક પેઝ પર મૂકવામાં આવી વિગત
જામનગરમાં ઉભી થયેલી ઓક્સિજનની અછતને દૂર કરવા માટે એરફોર્સની મદદ લેવામાં આવી છે અને એસફોર્સના વિમાનમાં જયપુરથી ઓક્સિજનની ટેન્ક જામનગર ખાતે લાવવામાં આવી છે.
આ પણ વાંચો : જ્યોતિ CNC રાજકોટ દ્વારા જામનગર ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલને વેન્ટિલેટર મશીન અર્પણ કરાયાં
એરફોર્સે સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી
એરફોર્સ દ્વારા સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી પણ એરફોર્સના ફેસબુક પેજ પર ફોટોગ્રાફ સાથે જયપુરથી ઓક્સિજનનો જથ્થો જામનગર લાવવામાં આવ્યો હતો, તેની માહિતી મૂકવામાં આવી છે.