જામનગરઃ રાજ્યમાં એસ.ટી.નિગમનું ખાનગીકરણ કરવાાની જે પહેલ ચાલી રહી છે તેના વિરોધમાં આજરોજ જામનગરમાં મજદૂર સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.જોકે અગાઉ પણ એસટી નિગમના કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં લેખિત તેમ જ મૌખિક રજૂઆતો કરી હતી. આજરોજ અન્ય મજદૂર સંઘના આગેવાનો પણ આવેદનપત્ર આપવામાં જોડાયાં હતાં અને જણાવ્યું કે એસટીનું ખાનગીકરણ તથા અનેક કર્મચારીઓને મુશ્કેલીમાં મૂકશે.
જામનગરમાં એસટીના ખાનગીકરણનો વિરોધ, મજદૂર સંઘે આપ્યું આવેદનપત્ર જે પ્રકારે રેલવેનું ખાનગીકરણ કરવામાં આવેલ છે તેવી રીતે રાજ્યમાં એસટીનું પણ ખાનગીકરણ કરવામાં આવશે જેના કારણે ઘણા વર્ષોથી એસટી નિગમમાં નોકરી કરતા કર્મચારીઓ મૂંઝવણમાં મૂકાયાં છે.એસટી નિગમના કર્મચારીઓ માગ કરી રહ્યાં છે કે રાજ્ય સરકારે એસ.ટી.નિગમનું ખાનગીકરણ ન કરવું જોઈએ તેમ જ એસટી વધુ આવક મેળવે તે માટેના રાજ્ય સરકારે પ્રયાસો કરવા જોઇએ.
જામનગરમાં એસટીના ખાનગીકરણનો વિરોધ, મજદૂર સંઘે આપ્યું આવેદનપત્ર