- 7ને ઇજા, એકનું મોત
- કાલાવડ ગ્રામ્ય પોલીસ તથા 108 બનાવના સ્થળે ધસી ગયા હતાં.
- ઈજાગ્રસ્તોને GG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
જામનગર: કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા ભાવાભી-ખીજડીયા તથા ખરેડી ગામ વચ્ચે બે મોટર સામ સામે અથડાતા બંન્ને મોટરમાં જઈ રહેલાં 8 વ્યક્તિઓ ઘવાયા હતાં. જેમાં એક ઈજાગ્રસ્તનું સારવાર કારગત નિવડે તે પહેલાં મૃત્યુ નિપજયું છે જ્યારે અન્ય સાતને ઈજા થઈ હતી.
8 વ્યક્તિઓની ચીસોથી ધોરીમાર્ગ ગાજી ઉઠ્યો
જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા ભાવાભી-ખીજડીયા ગામથી ખરેડી વચ્ચે ગઈકાલે દોઢેક વાગ્યે એક અલ્ટ્રો મોટર તથા ઈઓન કાર વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી. બંન્ને મોટરમાં જઈ રહેલાં 8 વ્યક્તિઓની ચીસોથી ધોરી માર્ગ ગાજી ઉઠ્યો હતો. અકસ્માતમાં એક મોટરમાં યાત્રા કરી રહેલાં વિજયભાઈ નામના વ્યક્તિનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજયું છે. જયારે બે બાળકો સહિત 7 વ્યક્તિને નાની-મોટી ઈજા થઈ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ઈસ્કોન સર્કલ પાસે સર્જાયો અકસ્માત, એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું
108ની મદદથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
અકસ્માતની જાણ થતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ કાલાવડ લોકેશનમાં રહેલી 108 બનાવના સ્થળે ધસી ગયા હતાં. 2 એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને જામનગર ખસેડવામાં આવ્યા હતાં. જેમાંથી વિજયભાઈનું મૃત્યુ નિપજયું હતું. વધુમાં જાણવા મળ્યા મુજબ જામનગરની બેંકમાં ફરજ બજાવતા હતા. GG હોસ્પિટલમાં ફરજ પર રહેલા તબીબોએ ઈજાગ્રસ્તની યુદ્ધના ધોરણે સારવાર શરૂ કરી હતી.
આ પણ વાંચો: નવસારીના ગુરૂકુળ સુપા બ્રિજ પર એસટી બસ અને મોપેડનો અકસ્માત,મહિલાનું મોત