ETV Bharat / city

જામનગરનાં સતત બીજા દિવસે કોરોના કેસ 600ને પાર - કોરોનાની સ્થિતિ

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ કુદકે ને ભુસકે વધી રહ્યાં છે. છેલ્લા બે દિવસથી જિલ્લામાં 600થી વધારે કેસ સામે આવ્યા છે. સાથે જ સરકારી મૃત્યુઆંક અને સ્મશાનના આંકડામાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે.

જામનગરનાં સતત બીજા દિવસે કોરોના કેસ 600ને પાર

author img

By

Published : Apr 24, 2021, 8:16 PM IST

Updated : Apr 24, 2021, 9:08 PM IST

  • જામનગરમાં શનિવારે કોરોનાના 639 પોઝિટિવ કેસ નોંધાયા
  • છેલ્લા 24 કલાકમાં 94 લોકોના થયા મોત
  • મોતનો સતાવાર આંકડો રહ્યો 12

જામનગર: જિલ્લામાં શનિવારે સતત બીજા દિવસે 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 600ને પાર પહોંચ્યો છે. શહેરમાં 371 અને ગ્રામ્યમાં 268 મળી જિલ્લાનો કુલ આંકડો 639 જાહેર થયો છે. શહેરમાં 145 દર્દીઓ અને ગ્રામ્યમાં 208 દર્દીઓ રિકવર થયાં છે. ઉપરાંત શહેરમાં 4 મૃત્યુ અને ગ્રામ્યમાં 8 કેસ સત્તાવાર રીતે જાહેર થયા છે. અત્યાર સુધીનો જિલ્લાનો મૃત્યુનો સત્તાવાર આંકડો 72 થયો છે. જેમાં શહેરના 38 મોતનો આંકડો સમાવિષ્ટ છે. મૃત્યોનો આ આંકડો પાછલાં 14 મહિનાનો છે. જેની સામે શનિવારે મીડિયા રિપોર્ટ અનુસાર, માત્ર 24 કલાકમાં જામનગર જિલ્લામાં 94 કોરોના દર્દીઓનાં મોત નોંધાયા છે.

વધુ વાંચો: કોરોના સામેની લડતમાં અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશન 30 એપ્રિલ સુધી બંધ પાળશે

સત્તાવાર રિપોર્ટ અને મીડિયા રિપોર્ટમાં મોટો તફાવત શા માટે?

જામનગરની કોવિડ હોસ્પિટલમાં રોજ 100થી વધુ દર્દીઓના મોત નિપજી રહ્યાં છે કારણ કે ત્રણ સ્મશાનમાં મૃતદેહને વેઇટિંગમાં રાખવામાં આવે છે. જો કે આજે જિલ્લામાં સત્તાવાર મૃત્યુ 12 જ બતાવવામાં આવ્યા છે. જેની સામે સ્મશાનમાં 100થી વધુ લોકોના અંતિમ સંસ્કાર કર્યા હોવાનું બહાર આવ્યું છે.

વધુ વાંચો: પૂર્વ મેયર અને સ્મશાનના સંચાલકે ગાંધીનગરની જનતાને પત્ર લખ્યો

Last Updated : Apr 24, 2021, 9:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.