- નબળી ગુણવતાવાળા ગ્લોવ્ઝ કોરોનાને આપી શકે છે આમંત્રણ
- જાનના જોખમે ફરજ નિભાવતા નર્સિંગ સ્ટાફ સાથે અન્યાય
- તાત્કાલિક હોસ્પિટલમાં નવા ગ્લોવ્ઝ પ્રોજેવાઈડ કરવા જોઈએ
જામનગર: હાલ કોરોનાની મહામારી જોવા મળી રહી છે ત્યારે કોરોનાની મહામારીમાં જીવના જોખમે નર્સિંગ સ્ટાફ ડ્યુટી નિભાવી રહ્યો છે. ત્યારે જામનગરની ગુરુગોવિદ સિંઘ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં નબળા ગ્લોવ્ઝના કારણે નર્સિંગ સ્ટાફે કામગીરી કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવેલા વિરોધ મામલે જી. જી. હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર દિપક તિવારીએ જણાવ્યું કે, "હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ નર્સિંગ સ્ટાફને તાત્કાલિક નવા ગ્લોવ્ઝ આપવામાં આવ્યા છે. જેના કારણે નર્સિંગ સ્ટાફ ફરીથી પોતાની ફરજ પર હાજર થયો છે"
આ પણ વાંચો: સયાજી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાલ પર, બે મહિનાનો પગાર ચૂકવવાની માગ
નબળી ગુણવતાવાળા ગ્લોવ્ઝ કોરોનાને આપી શકે છે આમંત્રણ
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા નબળા ગ્લોવ્ઝના કારણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને કામગીરી ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. છેલ્લા આઠ દિવસથી નબળા ગ્લોવ્ઝ આવવાના કારણે નર્સિંગ સ્ટાફના લોકો પણ કોરોના સંક્રમિત બને તેવી શક્યતા છે.
જાનના જોખમે ફરજ નિભાવતા નર્સિંગ સ્ટાફ સાથે અન્યાય
જામનગરની કોવિડ હોસ્પિટલમાં જીવના જોખમે ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને પૂરતી સગવડતા ન મળતી હોવાની અવારનવાર પ્રશ્રો ઊઠે છે. જો કે, નર્સિંગ સ્ટાફ છેલ્લા ઘણા સમયથી ગ્લોવ્ઝની માંગણી કરી રહ્યો હતો છતાં પણ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા કોઇપણ જાતનો નિર્ણય લેવામાં આવ્યો નથી જેના કારણે નર્સિંગ સ્ટાફમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: રાજકોટમાં નર્સિંગ સ્ટાફે કાળી પટ્ટી બાંધી સરકાર સામે કર્યો વિરોધ
તાત્કાલિક હોસ્પિટલમાં નવા ગ્લોવ્ઝ પ્રોજેવાઈડ કરવા જોઈએ
નબળા ગ્લોવ્ઝને કારણે સંક્રમણની શક્યતા વધી શકે છે અને અગાઉ પણ નર્સિંગ સ્ટાફના સભ્યો કોરોના સંક્રમિત થવાના કારણે મોતને ભેટયા છે ત્યારે બીજા અન્ય કોઈ સભ્ય કોરોના સંક્રમિત ન બને તે માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
નર્સિંગ સ્ટાફ ફરીથી પોતાની ફરજ પર હાજર થયો
જામનગરમાં કોવિડ હોસ્પિટલમાં ગ્લોવ્ઝ મામલે નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવેલા વિરોધ મામલે જી. જી. હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર દિપક તિવારીએ જણાવ્યું કે, "હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ નર્સિંગ સ્ટાફને તાત્કાલિક નવા ગ્લોવ્ઝ આપવામાં આવ્યા છે. જેના કારણે નર્સિંગ સ્ટાફ ફરીથી પોતાની ફરજ પર હાજર થયો છે"