ETV Bharat / city

જામનગરમાં NDRFની ટીમે દિગ્વિજય સોલ્ટ વિસ્તારમાં લોકોને વાવાઝોડા વિશે કર્યા જાગૃત

author img

By

Published : May 17, 2021, 5:25 PM IST

રાજ્ય પર તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે જામનગરમાં બચાવકાર્ય માટે એનડીઆરએફની ટીમો ફાળવવામાં આવી છે. આજે સોમવારે ભટીંડાથી આવેલી NDRFની ટીમ દ્વારા જામનગરના દિગ્વિજય સોલ્ટ વિસ્તારમાં રેકી કરવામાં આવી હતી. NDRFના જવાનોએ લાઉડ સ્પીકરની મદદથી લોકોને જાગૃત કર્યાં હતાં.

જામનગરમાં NDRFની ટીમે દિગ્વિજય સોલ્ટ વિસ્તારમાં લોકોને વાવાઝોડા વિશે કર્યા જાગૃત
જામનગરમાં NDRFની ટીમે દિગ્વિજય સોલ્ટ વિસ્તારમાં લોકોને વાવાઝોડા વિશે કર્યા જાગૃત
  • જામનગરના દિગ્વિજય સોલ્ટ વિસ્તારમાં NDRFના જવાનોએ કરી રેકી
  • તૌકતે વાવાઝોડાની અસર થાય તેવા વિસ્તારોમાં રેકી
  • ભટીંડા NDRFની ટીમે દિગ્વિજય સોલ્ટ વિસ્તારમાં લોકોને સમજાવ્યાં

    જામનગરઃ જામનગરના દરિયા કિનારે તૌકતે વાવાઝોડું ત્રાટકે તેવી પૂરી સંભાવના છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને જાનમાલને નુકસાન ન થાય તે માટે વધુ બે NDRFની ટીમ બોલાવવામાં આવી છે. માછીમારોના વિસ્તારમાં NDRFની ટીમ દ્વારા માર્ચ કરવામાં આવી હતી.NDRFના જવાનો દ્વારા લાઉડ સ્પીકરમાં વાવાઝોડા અંગે લોકોને માહિતી આપવામાં આવી છે અને સાવધાનીના ભાગરૂપે દિગ્વિજય સોલ્ટ વિસ્તારમાં રેકી પણ કરવામાં આવી છે.
    NDRFના જવાનોએ લાઉડ સ્પીકરની મદદથી લોકોને કર્યા જાગૃત કર્યાં હતાં.

આ પણ વાંચોઃ જામનગરમાં સાંજ સુધીમાં તૌકતે ત્રાટકે તેવી શકયતા, વહીવટીતંત્ર સજ્જ

જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ

જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાનું સંકટ પાર પાડવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. ખાસ કરીને આર્મી, નેવી અને એરફોર્સની મદદ પણ લેવામાં આવી રહી છે. સીમા સુરક્ષા દળના 200 જવાનોને પણ મદદ માટે સ્ટેન્ડબાય રહેવાની સૂચના અપાઇ છે.
જામનગરનો દરિયા કિનારો સૌરાષ્ટ્રનો સૌથી મોટો દરિયા કિનારો છે. અહીં તૌકતે ત્રાટકે તો ભારે નુકશાન થાય તેવી શકયતા છે.

સોમવારે ભટીંડાથી આવેલી NDRFની ટીમ દ્વારા જામનગરના દિગ્વિજય સોલ્ટ વિસ્તારમાં રેકી કરવામાં આવી હતી
આપદાને ખાળી દેવા NDRF તૈયાર ETV Bharat સાથે વાત કરતાં NDRFના કમાન્ડિંગ ઓફિસર શ્રવણકુમારે જણાવ્યું કે NDRF તમામ સાધન સુવિધા સાથે સજ્જ થઈ જામનગર આવ્યું છે. કોઈ પણ પરિસ્થિતિમાં લોકોને કે જાનમાલને નુકશાન ન થાય તેની તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે.આ પણ વાંચોઃ સંભવિત વરસાદના પગલે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ખેડૂતોના પાકને યોગ્ય જગ્યાએ રખાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.