ETV Bharat / city

ધ્રોલના મજોઠમાં 50 ઘેટાંના રહસ્યમય મોત, જંગલી પશુએ મારણ કર્યું હોવાની શંકા

author img

By

Published : Jun 3, 2021, 8:16 PM IST

ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં 50 ઘેટાં મોતને ભેટ્યા છે. પ્રાથમિક તપાસમાં કોઈ જંગલી પશુએ રાત્રીના સમયે મારણ કર્યું હોય અને વાળામાં રહેલા અન્ય ઘેટાં બીકના માર્યા મરી ગયા હોવાનું તારણ છે. ત્યારે, પશુ ડૉક્ટર્સએ પણ ઘટના સ્થળની મુલાકાત લઇ મોતનું કારણ જાણવા હાલ ફરિયાદ કરવામાં આવી રહ્યો છે.

ધ્રોલના મજોઠમાં 50 ઘેટાંના રહસ્યમય મોત, જંગલી પશુએ મારણ કર્યું હોવાની શંકા
ધ્રોલના મજોઠમાં 50 ઘેટાંના રહસ્યમય મોત, જંગલી પશુએ મારણ કર્યું હોવાની શંકા
  • રાત્રિના સમયે જંગલી પશુએ ઘેટાંઓના મારણની આશંકા
  • મજોઠમાં 50 ઘેટાંના મોત રહસ્યમય રીતે થયા મોત
  • સરપંચે વેટરનિટી ડોક્ટરને તાત્કાલિક જાણ કરી

જામનગર: ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં એક જ માલિકના 50 ઘેટાંના મોત રહસ્યમય રીતે થયા ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં કોઈ જંગલી પશુએ રાત્રીના સમયે મારણ કર્યું હોય અને વાળામાં રહેલા અન્ય ઘેટાં બીકના માર્યા મરી ગયા હોવાનું તારણ છે.

આ પણ વાંચો: બનાસકાંઠાના ડીસામાંથી 258 ઘેટાં-બકરા ભરીને કતલખાને જતી ટ્રક ઝડપાઈ

ઝાપડામાં વાળામાં રહેલા 50 ઘેટાંઓના મોત

તાલુકાના મજોઠ ગામે રહેતા કાના લાખા ઝાપડામાં વાળામાં રહેલા 50 ઘેટાંઓના મોત નિપજ્યા છે. જોકે, ગામના સરપંચે વેટરનિટી ડોક્ટરને તાત્કાલિક જાણ કરી હતી અને ઘેટાંના મોત કેમ થયા તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે, વનવિભાગ પણ ઘેટાંના મોત પર તપાસ કરવા માટે પહોંચ્યું હતું.

આ પણ વાંચો: ભાવનગરના કુંઢેલી પંથકમાં ભેદી રોગચાળાથી 50 થી વધુ ઘેટાંના મોત

વનવિભાગ, પશુ ડોક્ટર અને તાલુકા વિકાસ અધિકારીએ લીધી મુલાકાત

માલધારીએ પોતાના સમાજના આગેવાનોને સમગ્ર ઘટના વિશે જાણ કરતા તાલુકા વિકાસ અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઉપરાંત, પશુ ડૉક્ટર્સએ પણ ઘટના સ્થળની મુલાકાત લઇ મોતનું કારણ જાણવા હાલ ફરિયાદ કરવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.