- કોરોના વાઇરસનો કહેર યથાવત
- લોકો કોરોના વાઇરસથી થયા ભયભીત
- માનસિક રોગનો ભોગ બની રહ્યાં છે
જામનગરઃ જિલ્લામાં હવે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પણ લોકોમાં ભય હજુ યથાવત છે. જો કે કોરોનાનો ભય અને સતત ત્રણ સપ્તાહથી ઘરે રહેલા મોટા ભાગના લોકો પર માનસિક અસર જોવા મળી રહી છે. અનેક લોકોએ માનસિક રોગના નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક પણ કર્યો છે.
આ પણ વાંચોઃ કોરોના સંક્રમણ વચ્ચે માનસિક તણાવમાંથી મુક્તિ કેવી રીતે મેળવશો?
લોકો માનસિક રોગના ડોક્ટરનો કરી રહ્યાં છે સંપર્ક
કોરોનાને લઇને લાદવામાં આવેલા નિયંત્રણો અને કોરોનાના ભયના કારણે અનેક લોકો માનસિક રીતે પરેશાન બન્યા છે. જામનગર વિવિધ હોસ્પિટલમાં માનસિક રોગના દર્દીઓ પણ આવી રહ્યા છે.મને કોરોના નહિ થાયને તેવા પ્રશ્નો અનેક લોકો માનસિક રોગના ડોક્ટરને પૂછી રહ્યા છે. સતત ઘરમાં રહેવાથી અનેક લોકોમાં વર્તનમાં પણ તફાવત આવી ગયો છે. કોઈનો સ્વભાવ ચીડિયો બની ગયો છે તો કોઈ વિચારવાયુમાં પડી જતા હોય તેવા દાખલા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ રાજકોટ સમરસ હોસ્ટેલમાં દર્દીઓ માનસિક તાણ ન અનુભવે તે માટે કાઉન્સિલર ટીમની અનોખી સેવા
ડોકટર્સ શુ આપી રહ્યા છે સલાહ
જામનગરમાં જુદા જુદા ડોકટર્સ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતુ કે, આવા લક્ષણ હોય તો તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો અને યોગ તથા કસરત કરવી જોઈએ. સમયસરની દિનચર્યા જળવાય તેની પણ કાળજી રાખવી જોઈએ. ડોકટર પાસે આવી રહેલા મોટા ભાગના દર્દીઓ વિચારવાયુ તથા ડિપ્રેશન અને કોરોના થવાનો સતત ભય અનુભવી રહ્યા છે. જો કે ડોક્ટર દ્વારા તમામ દર્દીઓનું ઉત્તમ રીતે કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.