- જામનગરના બાલાચાડી સૈનિક શાળામાં પ્રવેશ માટે કોલની યાદી જાહેર
- શાળાની વેબસાઇટ www.ssbalachadi.org પર પ્રકાશિત કરાઇ
- તબીબી પરીક્ષણ બાદ પ્રથમ મેરિટ યાદી મે,2021માં પ્રકાશિત કરાશે
જામનગર : બાલાચડી સૈનિક શાળામાં પ્રવેશ માટે ફેબ્રુઆરી 2021માં યોજવામાં આવેલી અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા 2021ના પ્રારંભિક કોલની યાદી શાળાની વેબસાઇટ www.ssbalachadi.org પર પ્રકાશિત કરવામાં આવી છે. પ્રારંભિક કૉલની યાદીમાં ધોરણ-અનુસાર, લિંગ-અનુસાર, શ્રેણી-અનુસાર ઉમેદવારોના રોલ નંબર ક્રમમાં રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો : બાલાચડી સૈનિક શાળામાં ટૂંક સમયમાં વિદ્યાર્થિનીઓની પ્રથમ બેચ જોડાશે
ઉમેદવારોએ તબીબી પરીક્ષણ કરાવવું આવશ્યક રહેશે
પ્રત્યેક ખાલી જગ્યા માટે 3 ઉમેદવારનો રેશિયો રાખવામાં આવ્યો છે. આ ઉમેદવારોએ તબીબી પરીક્ષણ કરાવવું આવશ્યક છે. શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોના તબીબી પરીક્ષણ પછી પ્રથમ મેરિટ યાદી મે,2021 (હંગામી ધોરણે)માં પ્રકાશિત કરવામાં આવશે.
આ પણ વાંચો : જામનગરની બાલાચડી સૈનિક શાળા દ્વારા "આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી