જામનગર: જામનગરના (Life Imprisonment Child Killer In Jamnagar) મોટીખાવડી વિસ્તારના 2017માં પાંચ વર્ષના માસૂમ બાળકની નિર્મમ હત્યા નિપજાવીને જમીનમાં દાટી દેવાવામાં આવી હતી. આરોપીને જામનગરની અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. મૃતકના નાનાભાઈ જેની ઉંમર હાલ પાંચ વર્ષ છે તેની જુબાની, આરોપીના કપડામાંથી અને ચંપલમાંથી મળી આવેલી માટી તથા બનાવના સ્થળે મળી આવેલી માટીના સાંયોગિક પુરાવાઓના આધારે અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
શું હતો સમગ્ર બનાવ
જામનગરના મોટીખાવડીમાં ખાનગી કંપનીની વસાહતમાં રહેતા અને મજૂરી કામ કરતાં મૂળ બિહારના વતની મનોજકુમાર શકલદેવ કે જેના પાંચ વર્ષના પુત્રની 2017ની સાલમાં હત્યા કરવામાં આવી હતી. પાડોશમાં જ રહેતો શિવનાથ રમાકાંત બાળકને ઘરમાંથી આઇસ્ક્રીમ ખાવાના બહાને ઉઠાવી જઇ તેના મોઢે ડૂચો દઈ કાસળ કાઢી નાખ્યું હતું. નજીકમાં આવેલા વોકળામાં ખાડો કરીને મૃતદેહને દાટી દીધો હતો. મેઘપર પોલીસ દ્વારા ધરપકડ કરાઇ હતી.
આ પણ વાંચો: Couples Murder in Deesa : પૈતૃક જમીનના ઝઘડામાં બે લોકોની ઘાતકી હત્યા, એકની ધરપકડ
માત્ર બે મહિનાના રૂપિયા માટે પાંચ વર્ષના માસૂમ બાળકની હત્યા
આરોપી શિવનાથ પાડોશમાં રહેતા મનોજકુમારની પત્ની ઘરમાં માસિક 2700 રૂપિયામાં મેસ ચલાવે છે, ત્યાં આરોપી જમવા માટે આવતો હતો. જેના બે મહિનાના રૂપિયા ચડી ગયા હતા. જે પૈસાની ફરિયાદી મનોજકુમાર વારંવાર માંગણી કરતા હતા, પરંતુ આરોપી પૈસા આપતો ન હતો અને ગુસ્સે ભરાયો હતો. જેથી બદલો વાળવાના ભાગરૂપે મનોજકુમારના પુત્ર અને તેનાથી નાનો ભાઈ પોતાના ઘર પાસે રમતા હતા. જે દરમિયાન આરોપીએ આઇસક્રીમ ખવડાવવાના બહાને બંને બાળકોને લઈ ગયો હતો, ત્યાર પછી નાનો ભાઈને છોડી દઇ મોટા ભાઈને પોતાની સાથે લઈ ગયો હતો. મોઢામાં ડૂચો દઈ તેનું કાસળ કાઢી નાખ્યું હતું, ત્યાર પછી નજીકમાં જ આવેલા વોકળા પાસે ખાડો કરીને મૃતદેહને દાટી દીધો હોવાની કબુલાત કરી હતી.
કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી
આ કેસ જામનગરની અદાલત સમક્ષ ચાલી જતાં સરકાર પક્ષે રોકાયેલા APP હેમેંન્દ્ર ડી. મહેતા દ્વારા વિસ્તૃત દલીલો કરવામાં આવી હતી, અને એજ્યુકેટીવ મેજિસ્ટ્રેટની રૂબરુમાં પંચોના નિવેદનો, મૃતકના નાનાભાઈ પાંચ વર્ષના બાળકની જુબાની,આરોપીના શરીરમાંથી મળી આવેલી માટી અને સ્થળની માટી વગેરે સાંયોગિક પુરાવાઓ શિવાનંદે જ હત્યાર નિપજાવી છે તે સ્પષ્ટ થયું હતું.
આ પણ વાંચો: Kishan Bharvad Murder case Update : ATS ધંધૂકા હત્યા કેસના આરોપીઓને લઈ કેમ પોરબંદર પહોંચી? જાણો
જામનગરના એડિશનલ સેશન્સ જજે આજીવન કેદની સજા ફટકારી
તમામ દલીલોને ગ્રાહ્ય રાખીને જામનગરના એડિશનલ સેશન્સ જજ તેજસ આર. દેસાઈએ આરોપીને હત્યા કેસમાં તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે. ઉપરાંત અપહરણના ગુનામાં 10 વર્ષની કેદની સજા, પુરાવાનો નાશ કરવાના ગુનામાં પાંચ વર્ષની સજા, તથા રૂપિયા 17 હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે APP હેમેન્દ્ર મહેતા રોકાયા હતા.