ETV Bharat / city

Land Grabbing: હાલાર પથકમાં ભુમાફિયા ચક્રીય, જામનગર જિલ્લામાં 135 ફરિયાદ દાખલ - land grabbing act in gujrat

ગુજરાત રાજ્યમાં ભૂમાફિયાઓ પર લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ સરકાર દ્વારા કાર્યવાહિ કરવામાં આવી રહી છે. ત્યારે હાલાર પંથકમાં પણ ભુમાફિયા ચક્રીય થયા છે. સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં જામનગર જિલ્લામાં 135 અને દ્વારકા જિલ્લામાં 144 લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે.

Land Grabbing: હાલાર પથકમાં ભુમાફિયા ચક્રીય, જામનગર જિલ્લામાં 135 ફરિયાદ દાખલ

author img

By

Published : Jul 6, 2021, 2:04 PM IST

  • રાજ્ય સરકાર દ્વારા ભુમાફિયાઓ સામે લાલ આંખ
  • હાલાર પથકમાં ભુમાફિયા થયા ફરી ચક્રીય
  • લેન્ડ ગ્રેબિંગ એક્ટની હેઠળ જામનગરમાં 135 ફરિયાદ

જામનગર: ગુજરાતમાં ગેરકાયદેસર રીતે સરકારી અને ખાનગી રીતે જમીનો પચાવી પાડનારાં ભૂમાફિયાઓ પર હવે કાયદાનો સકંજો કસાયો છે. ભૂમાફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ કર્યો છે. મહેસૂલ વિભાગના મતે રાજ્યમાં 10 કરોડ ચો. મીટર અર્થાત 9 હજાર 742 હેક્ટરથી વધુ જમીન પર ભૂમાફિયાઓએ કબજો કર્યો છે. મહેસૂલ વિભાગને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કુલ મળીને 4 હજાર 831 ફરિયાદો મળી છે જેના પગલે સરકારી જમીનો પચાવી પાડનારાં ભૂમાફિયાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સરકારી જમીનો પર ભુમાફિયા મેળવી રહ્યા છે કબ્જો

ગુજરાતમાં ભૂમાફિયાઓ સક્રિય બન્યાં છે અને જમીન પચાવી પાડવાના કિસ્સા વધી રહ્યાં છે. ગેરકાયદેસર રીતે જમીનો પચાવી પાડવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતાં રૂપાણી સરકારે લેન્ડ ગ્રેબિગ એક્ટ અમલી બનાવ્યો છે. આ કાયદાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે મહેસૂલ વિભાગે પણ ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરી નિર્દોષ જમીન માલિકોને જમીન પરત મળે તે માટે સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે.

લેન્ડ ગ્રેબિંગ કાયદો આવ્યા બાદ પણ ભુમાફિયા જોરમાં

રાજ્યના જુદા જુદા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ભૂમાફિયાઓ સામે કુલ 4 હજાર 831 પોલીસ ફરિયાદો નોંધાઇ છે. અત્યાર સુધીમાં 96 કેસોમા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 53 કેસો સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરાયા છે. લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ કરાયેલી ફરિયાદોની તપાસના અંતે 872 ભૂમાફિયાઓને દોષિત માનીને આરોપી ઠેરવવામાં આવ્યા છે. 88 કેસોમાં તો રાજ્ય સરકારે સુઓમોટો હેઠળ કાર્યવાહી કરી છે. મહત્વની વાત તો એછે કે, સમગ્ર રાજ્યમાં જમીનો પચાવી પાડવાની સૌથી વધુ ફરિયાદ અમદાવાદમાં અને સૌથી ઓછી ફરિયાદ ડાંગમાં નોધાઇ છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એકટ લાગુ, આરોપીઓને 14 વર્ષની સખત કેદની સજાની જોગવાઈ

ક્યા જિલ્લામાં કેટલી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઇ

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અમદાવાદમાં 457, સુરતમાં 288, રાજકોટમાં 277 , સોમનાથમાં 121, મોરબીમાં 111, દ્વારકામાં 141 , જૂનાગઢમાં 123 , ભાવનગરમાં 185 અને જામનગરમાં 135 ફરિયાદ નોંધાઇ છે. ડાંગમાં જમીનો પચાવી પાડવામાં આવી હોય તેવી માત્ર 6 અરજીઓ જ મળી છે. આમ, કરોડોની કિંમતની સરકારી-ખાનગી જમીનો પર કબજો કરનારાં ભૂમાફિયાઓનો હવે પર્દાફાશ થઈ રહ્યો છે. રાજ્ય મહેસૂલ વિભાગે ભૂમાફિયાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.