- શહીદોની શહાદતને યાદ કરવામાં આવી
- 470 જેટલા જવાનોએ આપ્યું હતું બલિદાન
- આ કાર્યક્રમમાં કુલ 250 કેડેટ્સ હાજર રહ્યા હતા
જામનગર: સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર દ્વારા સ્કૂલ કેમ્પસમાં કારગિલ વિજય દિવસ(Kargil Vijay Diwas)ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્કૂલના આચાર્ય ગૃપ કેપ્ટન રવિન્દરસિંહે શૌર્ય સ્તંભ - શહીદોના યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ વિશેષ દિવસે સૈનિક સ્કૂલ બાલાચડી NCC કંપનીના થર્ડ ઑફિસર લલિત યાદવના માર્ગદર્શન નીચે સૈનિક સ્કૂલ NCC કંપનીના કેડેટ્સ દ્વારા એક ઓનલાઇન વેબિનર યોજવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- Kargil Vijay Diwas 2021 : "મારી માં આહિરાણીને કેજો, મે સામી છાતીયે ગોળી ખાદ્યી છે પીઠ પર નહીં"...
વક્તવ્ય અને ડૉક્યમેન્ટ્રી દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી
આ કાર્યક્રમની શરૂઆત કેડેટ આરાધ્યા અસ્તિત્વના કારગિલ વિજય દિવસની માહિતી આપતા વક્તવ્ય અને ડૉક્યમેન્ટ્રી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ કેડેટ્સે રોલ-પ્લે દ્વાર કારગિલ યુદ્ધના હીરોની બહાદુરી વિશે જાણકારી આપી હતી. તેમાં કેડેટ રુદ્ર રાણીપાએ શહીદ કેપ્ટન, મનોજકુમાર પાંડેએ પીવીસીનો રોલ, કેડેટ વિશ્વજીત ચહલે કર્નલ બલવાનસિંહ, મહાવીર ચક્રનો રોલ, કેડેટ ઋષિરાજે સુબેદાર સંજયકુમાર, પીવીસીનો રોલ, કેડેટ ઓમ રાજકુમારે મેજર ઋષિકેશ રામાણી, સેના મેડલનો રોલ અને કેડેટ આરાધ્યા અસ્તિત્વએ કેપ્ટન નિલેશ સોનીનો રોલ ભજવ્યો હતો.
સૈનિકો માટે બનાવેલા શુભેચ્છા કાર્ડનું પ્રદર્શન કરાયું
આ પ્રસંગે શહિદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેડેટ વિશ્વજીત ચહલે કારગિલ દીવસ પર એક કવિતા રજૂ કરી હતી અને કારગીલ ખાતે ફરજ બજાવતા સૈનિકો માટે કેડેટ્સ દ્વારા બનાવેલા શુભેચ્છા કાર્ડનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્કૂલના અન્ય તમામ કેડેટ્સ માટે જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જે કોવિડ-19ના કારણે
સ્કૂલમાં ઉપસ્થિત નથી. આચાર્યએ ઓનલાઇન મોડ દ્વારા આ તમામ કેડેટ્સનું સંબોધન કર્યું હતું.
આપણે હિંમત અને ધૈર્યની ઉજવણી કરી રહ્યા છે
મુખ્ય અતિથિએ કારગિલ વિજય દિવસ(Kargil Vijay Diwas)ના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો અને પોતાના વિચારો રજૂ કરતા કહ્યું હતું કે, કોઈપણ યુદ્ધમાં કોઈ હારેલા અથવા વિજેતા નથી, ફક્ત પીડિત છે. આપણે જીવ ગુમાવનારના વિજયની ઉજવણી કરી રહ્યાં નથી, પરંતુ આપણે હિંમત અને ધૈર્યની ઉજવણી કરી રહ્યાં છે. યુદ્ધ એ માનવતા પર લાદવામાં આવેલી નિમ્ન વસ્તુ છે.
આ પણ વાંચો- Kargil Vijay Diwas: રાષ્ટ્રપતિ દ્રાસમાં વીર સૈનિકોને આપશે શ્રદ્ધાંજલિ, PM Modiએ પણ શહીદોને કર્યું નમન
જે કામ તમને સારું લાગે તે કરો તથા તમે જે કરો તેને પ્રેમ કરો
તેમણે મેજર જનરલ ઇયાન કાર્ડોઝોના શબ્દો પર પ્રકાશ પાડ્યો કે "જો તમને શાંતિ જોઈએ તો યુદ્ધ માટે તૈયાર રહેજો” પોતાને તૈયાર રાખીએ તો કોઈ આપણી સાથે લડવાની હિંમત નહીં કરે. યુદ્ધ કેમ લડવામાં આવે તે સમજાવતા કહ્યુ હતું કે, સૈનિક એટલા માટે નથી લડતા કે તે સામે વાળાની નફરત કરે છે. એટલા માટે લડે છે કે, પાછળ વાળાને પ્રેમ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, સૈનિક સ્કૂલ બાલાચડીમાં દેશની અખંડિતતા જાળવવાની તૈયારી માટે કેડેટ્સને તાલીમ આપવામાં આવે છે. મુખ્ય અતિથિએ મેજ જનરલ ઇયાન કાર્ડોઝોના શબ્દો સાથે તેમના ભાષણની સમાપ્તિ કરી હતી. જે કામ તમને સારું લાગે તે કરો તથા તમે જે કરો તેને પ્રેમ કરો."