ETV Bharat / city

જામનગરમાં બનશે વિશ્વનું સૌપ્રથમ Global Centre for Traditional Medicine, PM મોદી આવતીકાલે કરશે ભૂમિપૂજન - A joint venture of Aayush Ministry and World Health Organization

જામનગરના ગોરધનપર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન (Global Centre for Traditional Medicine) બનવા જઈ રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે (મંગળવારે) આ સેન્ટરનું ભૂમિપૂજન કરશે. આ પ્રસંગે W.H.O.ના જનરલ ડિરેક્ટર ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદકુમાર જુગનાથ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

જામનગરમાં બનશે વિશ્વનું સૌપ્રથમ Global Centre for Traditional Medicine, PM મોદી આવતીકાલે કરશે ભૂમિપૂજન

author img

By

Published : Apr 18, 2022, 2:43 PM IST

જામનગરઃ ગોરધનપર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન બનવા જઈ રહ્યું છે. આયૂષ મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.) બંને મળીને (A joint venture of Aayush Ministry and World Health Organization ) આ સેન્ટર બનાવવા જઈ રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે (મંગળવારે) આ સેન્ટરનું ભૂમિપૂજન કરશે. આ પ્રસંગે વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.)ના ડિરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમની તમામ તૈયારી પૂર્ણ

GCTMની વિશેષતા - સમગ્ર વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ માટેનું વૈશ્વિક કેન્દ્ર સાકાર થવાથી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિહ્ન અંકિત (Features of GCTM) કરશે. તેમ જ પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે. આ કેન્દ્રના માધ્યમથી પરંપરાગત દવાઓ, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપકપણે વિતરિત થશે.

કાર્યક્રમની તમામ તૈયારી પૂર્ણ
કાર્યક્રમની તમામ તૈયારી પૂર્ણ

આ સેન્ટરથી ગુજરાત ઔષધીનું મુખ્ય મથક બનશે - જામનગરના આંગણે બનવા જઈ રહેલા આ કેન્દ્રથી સમગ્ર વિશ્વમાં આયૂષ પ્રણાલીઓને (A joint venture of Aayush Ministry and World Health Organization) એક જ સ્થળે સ્થાન મળશે. તેમ જ પરંપરાગત ઔષધીને પ્રોત્સાહન મળશે અને ગુજરાત આયુષ ઔષધીનું મુખ્ય મથક (Gujarat to be Headquarters of Medicine) બનશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત ઔષધી માટે આ પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક દૂરનું કેન્દ્ર જામનગરમાં સાકાર થવાથી અને વિશ્વ સ્તરની સંસ્થાની સ્થાપનાથી ગુજરાત અને જામનગર ગૌરવવંતા થયા છે.

આ પણ વાંચો- કેન્દ્રિય પ્રધાન હરદિપસિંહ પુરીએ Smart Cities Smart Urbanization Summit 2022નો કરાવ્યો પ્રારંભ, ગુજરાતને મળ્યા 8 એવોર્ડ

કાર્યક્રમની તમામ તૈયારી પૂર્ણ - પરંપરગત દવાઓની ગુણવતા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંબંધ ખાતરી થશે. આ ઉપરાંત ડેટા એકત્ર કરવાના વિશ્લેષણો અને અસરનુ મૂલ્યાંકન કરવા ટે સબંધિત તકનીકી ક્ષેત્રો, સાધનો માટે ઉપયોગી થશે. આ સેન્ટર વિશિષ્ટ ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો વિકસાવવા પણ ઉપયોગી પૂરવાર થશે. કેન્દ્ર તથા રાજ્ય સરકારના પ્રધાનોની ઉપસ્થિતમાં યોજાનારા આ કાર્યક્રમના સૂચારૂ આયોજન માટે તમામ તૈયારીઓ આયૂષ વિભાગ, ITRA જામનગર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.

આ પણ વાંચો- Global Traditional Medicine Center: જામનગરમાં વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનશે, 19 એપ્રિલના વડાપ્રધાન ખાતમુહૂર્ત કરશે

આ સેન્ટરમાં કયા કામ થશે જાણો- ઉલ્લેખનીય છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.)ના આ નવા પ્રકલ્પના નિર્માણ થકી પરંપરાગત ચિકિત્સા સંદર્ભે વિશ્વના તમામ ક્ષેત્રોને જોડવામાં આવશે, જેનો લાભ ભારત સહિત સમગ્ર વિશ્વને મળશે. તેમ જ જામનગર જિલ્લો આ ક્ષેત્રમાં કેન્દ્ર સ્થાન તરીકે ઊભરી આવશે. આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન (GCTM) 4 મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમાં સંશોધન અને શિક્ષણ, માહિતી અને પૃથક્કરણ, સ્થિરતા અને સમાનતા તેમ જ વૈશ્વિક આરોગ્ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા નવિનીકરણ અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવશે. તે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને ઉત્પાદનો પર નીતિઓ અને ધોરણો માટે નક્કર આધાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને વિશ્વભરના દેશોને તેમની આરોગ્ય પ્રણાલીમાં યોગ્ય રીતે સંકલિત કરવામાં મદદ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.