- ચેઇનની ચીલ ઝડપ મામલે 2 શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ
- આરોપીની પૂછપરછ દરમિયાન બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો
- પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ધરપકડ
જામનગર: શહેરમાં ગોકુલનગર વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન પોલીસ દ્વારા ચેઇનની ચીલ ઝડપ મામલે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ આ બન્ને આરોપીની પૂછપરછ દરમિયાન બાઇક ચોરીનો ભેદ પણ ઉકેલાયો હતો.
આ પણ વાંચો: જામનગરમાં પોલીસ દ્વારા સિંધી માર્કેટ બંધ કરાઈ, વેપારીઓની પોલીસ સામે રાવ
બન્ને આરોપીઓએ 2 જુદી જુદી જગ્યાએ કરી હતી ચીલઝડપ
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રડાર રોડ પર PSI ઓડેદરા સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ગોકુલનગર વિસ્તારમાં 2 શખ્સો સોનાનો ઢાળીયો વેચવા આવવાના હોવાથી પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન, પસાર થતાં બાઇક સવારને આંતરીને પૂછપરછ કરતા અજયસિંહ ભીખુભા સોઢા અને રવિ કાનજી ભટ્ટ નામના બન્ને શખ્સોની તલાસી લેતા તેના કબજામાંથી 49.950 ગ્રામનો સોનાનો ઢાળિયો મળી આવતા બન્નેની વધુ પૂછપરછમાં થોડા દિવસો પૂર્વે રણજીતનગર વિસ્તારમાં મહિલાના ગળામાંથી 5 તોલાના સોનાના ચેઇનની ચીલઝડપ કર્યાની કેફિયત આપી હતી.
આ પણ વાંચો: જામજોધપુરમાં ઝવેરાતને ત્યાં ત્રાટક્યા તસ્કરો, 11 લાખના દાગીનાની ચોરી
પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી
આ અગાઉ, બન્ને શખ્સોએ સીટી-એ ડિવિઝન વિસ્તારમાંથી અને અન્ય વિસ્તારમાંથી કુલ બે બાઇક ચોરી આર્ચયાની કબૂલાત પણ આપી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.