ETV Bharat / city

દહેજના ત્રાસથી મેયરનાં પૂત્રી પણ ન બચી શક્યા, આ શહેરમાં નોંધાવી પતિ સામે ફરિયાદ - ગુજરાત રાજ્ય મહિલા આયોગ

જામનગર શહેરના મેયરની પુત્રીને (Jamnagar mayor daughter) કલાસ ટુ ઓફિસર પતિ સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ દહેજ, શારીરિક–માનસિક તકરારને લઈને આ ફરિયાદ (Jamnagar Dowry Case) સામે આવતા ખળભળાટ મચી છે. જૂઓ શું છે સમગ્ર મામલો...

દહેજના ત્રાસથી મેયરનાં પૂત્રી પણ ન બચી શક્યા, આ શહેરમાં નોંધાવી પતિ સામે ફરિયાદ

author img

By

Published : May 9, 2022, 10:31 AM IST

જામનગર : અગાઉ જામનગરની જમીન માપણી કચેરીમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ સુરેન્દ્રનગરમાં DLR તરીકે ફરજ બજાવતા કાતિક ગીતા મહેતા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામનગર શહેરના પ્રથમ નાગરિક એવા મેયરની પુત્રીને (Jamnagar mayor daughter) કલાસ ટુ ઓફિસર પતિ સામે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ દહેજ માટે શારીરિક–માનસિક ત્રાસ (Jamnagar Dowry Case) આપી મારકૂટ કરતા હોવાની ફરિયાદ સીટી–બી ડિવિઝનમાં નોંધાતા ભારે ચકચાર મચી છે.

આ પણ વાંચો : દહેજનાં કારણે બહેનનાં લગ્ન વારંવાર અટક્યા, 28 વર્ષથી સાઈકલ યાત્રા કરીને દહેજપ્રથા નાબૂદી અંગે જાગૃતિ પ્રસરાવે છે આ યુવાન

મહિલા આયોગ સુધી પણ પહોંચી ચૂક્યો છે કેસ - આ બાબતે 13 ઓક્ટોબર 21ના રોજ રાજ્ય મહિલા આયોગ (Gujarat State Women's Commission) સમક્ષ મામલો પહોંચ્યો હતો. જે મામલે કાર્તિક મહેતાએ (Surendranagar DLR Complaint against) જણાવ્યું કે, "મારી પાસે સામાપક્ષે સમાધાન માટે 50 લાખ માંગ્યા હતા, પરંતુ મારો કોઈ વાંક કે કસુર નથી મારી પાસે તમામ પૂરાવા છે." આ ફરિયાદ સીટી–બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (City B Division Police Station) નોંધવામાં આવી છે. તપાસ મામલે મહિલા પોલીસ સ્ટેશનના PSIને સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો : સુરતમાં નણંદે પોતાની જ ભાભી સાથે કર્યા શારીરિક અડપલા

જો કે, સુરેન્દ્રનગર ખાતે DLR કચેરીમાં અધિકારી તરીકે ફરજ બજાવતા કાર્તિકને (Surendranagar Dowry case) અનેક વાર નોટિસો આપવા છતાં હાજર ન થતા રવિવારના તેઓ રાજકોટ ખાતેથી તેમને લઇ આવ્યા હતા. આ બનાવના પગલે જામનગરના રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે સાથોસાથ ભારે ચર્ચા જાગી છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ અધિકારી સામે કેસ તો બીજી તરફ દહેજનો (Wife Complaint Against Husband Dowry) મામલો સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.