- 2001માં જામનગરના મોડા ગાામને લેવામાં આવ્યું હતું દત્તક
- 2001ના ભૂંકપ બાદ ગામને ભારતીય નેવી દ્વારા પરત ઉભુ કરવામાં આવ્યું હતું
- ભારતીય નેવી દ્વારા ગામમાં વિકાસ કાર્યો કરવામાં આવે છે
જામનગર: 2001ના વિશાળ ભૂકંપ બાદ ભારતીય નૌકાદળ દ્વારા મોડા ગામનું પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળ અને મોડા ગામ વચ્ચેનું જોડાણ છેલ્લા 20 વર્ષમાં માત્ર મજબૂત બન્યું છે. 2001માં તેનું ઉદ્ઘાટન થયું ત્યારથી, INS વાલસુરા ગામના વિકાસ સાથે નજીકથી સંકળાયેલું છે. 2006 માં બાલ નિકેતન સ્થાપવા ઉપરાંત ગામના કલ્યાણ માટે વિવિધ આરોગ્ય શિબિરો અને વિવિધ સુવિધાઓની જોગવાઈ કરી છે.
નેવી દ્વારા વિકાસ કાર્યો
INS વાલસુરાએ તાજેતરમાં જ બાલ નિકેતનનું નવીનીકરણ કર્યું છે અને બાળકો માટે સ્વિંગ સાથે નવું પ્લે એરિયા બનાવ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે 15 ઓગસ્ટના રોજ NWWA (SR)ના પ્રમુખ સપના ચાવલા દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. NWWA (SR)ના પ્રમુખ સપના ચાવલા દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મેડિકલ કીટ, રોપાઓ, સ્ટેશનરી વસ્તુઓ, રાશન અને એક સ્માર્ટ ટીવી ગામને આઝાદીના 75માં વર્ષ નિમિત્તે ભેટ આપવામાં આવી હતી.
આ પણ વાંચો : પૂર્વ સાંસદ અને મહિલા કોંગ્રેસનાં અધ્યક્ષ સુષ્મિતા દેવે આપ્યું રાજીનામું, કપિલ સિબ્બલે આપી પ્રતિક્રિયા
ઇન્ડીયન નેવી એ નેવી મોડા ગામ લીધું છે દત્તક
2001માં જ્યારે કચ્છ સહિત ગુજરાતમાં ભૂંકપ આવ્યો હતો ત્યારે મોટા પ્રમાણમાં નુક્સાન કચ્છને થયું હતુ. જામનગરના મોડા ગાામામાં પણ ભૂંકપને કારણે ઘણુ નુક્સાન થયૂ હતુ. આ દરમિયાન ભારતીય નેવીએ આ ગામમાં બચાવ કામગીરી કરીને ગામને પાછું બેઠુ કર્યું હતુ ત્યાર બાદ આ ગામને ભારતીય નેવી દ્વારા દત્તક લેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : કેરળમાં કોરોના બેકાબુ : કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન માંડવિયા જશે કેરળની મુલાકાતે