જામનગર: જામનગર સહિત હાલાર પંથકના ખેડૂતો (Farmers In Jamnagar) પરંપરાગત ખેતી ઉપરાંત અન્ય પાકોની ખેતી તરફ વળ્યા છે. જામનગરમાં હાપા માર્કેટયાર્ડ (Jamnagar Hapa Market Yard) ખાતે આજે સૌ પ્રથમ વખત કલોંજીના પાક (black cumin Crop In Jamnagar)ની માતબર આવક નોંધાઈ છે. આજે એક જ દિવસમાં હાપા માર્કેટ યાર્ડ ખાતે 70 ગુણીની આવક થઇ છે અને ખેડૂતોને જાહેર હરાજીમાં ભાવ પણ ખૂબ સારા મળ્યા છે.
હાપા માર્કેટમાં પ્રથમ વખત કલોંજીની આવક- જામનગર જિલ્લાના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ (Largest marketing yard in Jamnagar district) હાપા ખાતે માર્ચ એન્ડિંગની કામગીરીના વિરામ બાદ ફરીથી હવે વિવિધ જણસીઓની આવક સાથે હરાજી શરૂ કરવામાં આવી છે. હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલની યાદીમાં જણાવ્યા મુજબ, આજે હાપા માર્કેટ યાર્ડના ઈતિહાસમાં સૌપ્રથમ વખત કલોંજીની જણસીની માતબર આવક નોંધાઇ છે. ખંભાળિયા તાલુકાના ખેડૂત દ્વારા 70 ગુણીની આવક હાપા માર્કેટ યાર્ડ ખાતે થઈ છે.
આ પણ વાંચો: Hapa Market Yard: જામનગરના હાપા માર્કેટ યાર્ડ ચણા અને ધાણાની આવકમાં વધારો
હાપા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પાકના ઊંચા ભાવ મળે છે- કલોંજીની જણસીની હરાજીના ભાવમાં (Price Of black Cumin Crop In Jamnagar) એક મણના રૂપિયા 2,440થી 2,620 સુધી ઊંચા ભાવો ખેડૂતોને મળ્યા છે. આમ, હાપા યાર્ડમાં આજે સૌપ્રથમ વખત કલોંજીની હરાજીની શરૂઆત થઈ છે. કલોંજીનો ઉપયોગ ઔષધિ રૂપે દવામાં વાપરવા માટે કરવામાં આવે છે. જામનગર હાપા માર્કેટ યાર્ડ ખેડૂતોની પ્રથમ પસંદગી બન્યું છે, કારણ કે સમગ્ર હાપા માર્કેટિંગ યાર્ડમાં એરંડા, કપાસ સહિતના પાકોના ભાવ ખેડૂતોને સૌથી ઊંચા મળ્યા છે. આ કારણે, મોટાભાગના ખેડૂતો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં પોતાના માલનું વેચાણ કરવા માટે આવતા હોય છે.
આ પણ વાંચો: Chilli Crop income in Jamnagar : હાપા યાર્ડમાં મરચાંની પુષ્કળ આવક, શું છે ભાવ જાણો
કલોંજીનો ઉપયોગ ઔષધીય દવા તરીકે થાય છે- આજકાલ ખેડૂતો આધુનિક ખેતી (Modern farming Jamnagar) કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને લોક ઉપયોગી વિવિધ પ્રકારની ખેતી ખેડૂતો કરતા જોવા મળી રહ્યા છે, જેમાં કલોંજીના પાકનું દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના ખેડૂતોએ વાવેતર કર્યું હતું.