- જી જી હોસ્પિટલનો ગાયનેક વોર્ડ ફરી ચર્ચામાં
- કોણ દર્દીઓ પાસેથી સ્પેશિયલ રૂમનો ચાર્જ વસુલી રહ્યા છે
- દર્દીઓને સગવડતા આપતા સ્પેશિયલ રૂમનો ચાર્જ બારોબાર જ કરવાનું કારસ્તાન
- કેમ હોસ્પિટલ મેનેજમેન્ટ કોઈ પગલાં લેતું નથી
જામનગર : શહેરની જી.જી.હોસ્પિટલમાં સૌથી વધુ બદનામ અને વિવાદમાં રહેવાય ગાયનેક વિભાગમાં દાખલ દર્દીઓને સ્પેશિયલ રૂમ ફાળવવામાં આવે છે. માટે ફી ભરવાની થતી સરકારી રકમ કામ કરતા કર્મચારીઓના ગઝવામાં ચાલી જાય છે. શહેરમાં રહેતી ચેતનાબેન ગઢેરા નામની મહિલા પ્રસુતિ માટે હોસ્પિટલમાં દાખલ થઇ હતી. ચેતનાબેનને ડીલેવરી આવતા તેમને ત્રણ દિવસ માટે સ્પેશીયલ રૂમમાં રાખવામાં આવ્યા હતા. જોકે સ્પેશિયલ રૂમ નું ચાર્જ તેમની પાસેથી લઇ લેવામાં આવ્યું હતુ પરંતુ જીજી હોસ્પિટલની ચાર્જની રિસીપ માંગતા કાઈ પણે આપવાનો ઇનકાર કર્યો હતો.
જી જી હોસ્પિટલ સ્ટાફની સંડોવણી હોવાની શક્યતા
ગાયનેક વિભાગમાં જે પ્રકારે દર્દીઓ પાસેથી પૈસા વસુલ કરવામાં આવી રહ્યા છે. તેમાં ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ સ્ટાફની પણ સંડોવણી હોવાની વિગતો બહાર આવી છે.હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આવું કોઈ અમારા ધ્યાનમાં આવ્યું નથી અને જો કોઈ આવું કરતો હશે તો તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે.'
આ પણ વાંચો :