- ઓલમ્પિકમાં ભાગ લીધેલા તમામ ખેલાડીઓએ ભારતનું ગૌરવ વધાર્યું છે
- દરેક ખેલાડીઓના પોટ્રેટ રંગોળી રૂપે તૈયાર કરવામાં આવ્યા
- નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં પ્રથમ ગોલ્ડ મેડલ ઈન્ડીયાને અપાવ્યો
જામનગર: દેશના 75માં આઝાદી દિન અને જામનગરના 482માં સ્થાપના દિવસ નિમિત્તે નવાનગર નેચર કલબ દ્વારા તાજેતરમાં જ ટોકિયો ઓલિમ્પિકના મેડલ વિજેતાઓને અભિનંદન પાઠવવા દરેક ખેલાડીઓના પોટ્રેટ રંગોળી રૂપે તૈયાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો- સુરતના આર્ટિસ્ટ દ્વારા નીરજ ચોપરાની સિદ્ધિને બિરદાવવા ખાસ રંગોળી બનાવાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પોટ્રેટ ચિરોળી રંગોથી બનાવાયા
આ રંગોળીમાં મીરાબાઈ ચાનુ, લવલીના બોર્ગોહેન, પીવી સિંધુ, રવિ કુમાર દહિયા, બજરંગ પુનિયા, નીરજ ચોપરા ઉપરાંત ઉપરોક્ત તમામ ખેલાડીઓનું મનોબળ વધારનાર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પોટ્રેટ ચિરોળી રંગોથી નગરના આર્ટિસ્ટ મિત્તલ ઘોરેચા દ્વારા 48 કલાકની મહેનતથી બનાવવામાં આવ્યા હતા
જામનગર મહાનગરપાલિકા દ્વારા મિત્તલ ઘોરેચાનું ભવ્ય સન્માન કરાયું
આ આકર્ષક રંગોળી જોઇ જામનગરના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપરાંત કમિશનર તથા ડે, કમિશનર તેમજ અન્ય મહાનુભવો મંત્રમુગ્ધ બની ગયા હતા અને દરેકના મુખે એક જ વાત હતી..વાહ...શું કારીગરી છે..ખૂબ સુંદર અતિ સુંદર. આ સુંદર અને કલાત્મક રંગોળી બનાવવા બદલ જામનગર મહાનગરપાલિકા દ્વારા મિત્તલ ઘોરેચાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ રંગોળી બનાવવામાં પર્યાવરણને નુક્સાન થાય તેવા કોઈ પણ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. આ રંગોળી ઇક્કો ફ્રેન્ડલી રીતે બનાવવામાં આવી હતી.
આ પણ વાંચો- રાયપુરના શિવાએ PM મોદીની સૌથી મોટી રંગોળીથી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
મહિલા ખેલાડીઓએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું
ઓલમ્પિકમાં આ વર્ષે ભારતીય ખેલાડીઓ દ્વારા બેસ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું છે, તેમાંય નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં પ્રથમ ગોલ્ડ મેડલ ઈન્ડીયાને અપાવ્યો છે, જે ગૌરવની વાત છે. જો કે, અન્ય ખેલાડીઓનું પ્રદર્શન પણ બેસ્ટ રહ્યું છે. ઓલમ્પિકમાં ભાગ લીધેલા તમામ ખેલાડીઓએ ભારતનું ગૌરવ વધાર્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિકમાં ભાગ લીધેલા તમામ ખેલાડીઓનું મનોબળ વધે તેમજ દેશ માટે સારુ પ્રદર્શન કરે તે માટે ટેલિફોનિક વાતચીત પણ ઓલમ્પિક વિજેતાઓ સાથે કરી હતી.