- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાઈ પાસિંગ પરેડ
- Indian Navy Valsura Jamnagar માં પરેડ
- Electrical Specialization Course O175ની પાસિંગ આઉટ પરેડ
- 36 અધિકારીઓને મળી એમટેકની ઉપાધિ
જામનગર : આ ટ્રેનિંગમાં ભારતીય નૌસેનાના 30 અધિકારી તેમજ મિત્ર દેશો બાંગ્લાદેશ, મ્યાનમાર, ઘાના, મોરેશિયસના છ આંતરરાષ્ટ્રીય અધિકારીઓ પણ સામેલ હતાં. Electrical Specialization Course O175 દીક્ષાંત સમારોહ “પાસિંગ આઉટ પરેડ” ( Indian Navy Valsura Jamnagar Passing out parade ) સમારોહમાં નૌસેનાના 50 જવાનો દ્વારા રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર પ્રદાન કરવામાં આવ્યું હતું. રાજયપાલે વોર મેમોરિયલ ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.
બાંગ્લાદેશ, મ્યાનમાર, ઘાના, મોરેશિયસના છ આંતરરાષ્ટ્રીય અધિકારીઓ જોડાયા હતાં
રાજ્યપાલે ( Governor Acharya Devvrat ) પરેડમાં સંમિલિત જવાનોને ઉત્કૃષ્ટ અભ્યાસ માટે તેમજ તેમની કારકિર્દીમાં આ મહત્વપૂર્ણ ( Electrical Specialization Course O175 ) ઉપાધિ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. સાથે જ ટ્રેનિંગ પ્રાપ્ત કરનાર સર્વે અધિકારીઓને પોતાના જ્ઞાનને રાષ્ટ્રસેવા માટે સમર્પિત કરવા, સત્યના માર્ગ પર ચાલવા તેમજ ધર્મના આચરણ સાથે પોતાની જવાબદારીને સમર્પણ ભાવનાથી નિભાવવાની અભ્યર્થના વ્યક્ત કરી હતી. તેમણે જવાનોને ઉત્કૃષ્ટ અભ્યાસ માટે તેમજ તેમની કારકિર્દીમાં આ મહત્વપૂર્ણ ઉપાધિ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.
covid-19 મહામારીના સમયમાં મેળવી તાલીમ
રાજ્યપાલે નૌસેના વાલસુરાના સૈનાનીઓની અદમ્ય રાષ્ટ્રભાવનાની પ્રશંસા કરતાં covid-19 મહામારીના સમયમાં પણ પ્રતિબંધો સાથે શિક્ષણ પ્રાપ્ત કરનાર સર્વે તાલીમાર્થીઓને સર્વોત્તમ વ્યાવસાયિક કૌશલ્ય અને નેતૃત્વ વિશેષતાઓને દેશસેવામાં ન્યોછાવર કરવા તથા શૌર્ય, વીરતા, સાહસ દ્વારા આ જવાનોને કર્મયોગી બનવા અને પ્રાપ્ત જ્ઞાનને રાષ્ટ્રસેવા માટે સમર્પિત કરવા હાકલ કરી હતી.
ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર અધિકારીઓને પુસ્તક તેમજ ટ્રોફીથી સન્માનિત કર્યા
આ પ્રસંગે રાજ્યપાલે શિક્ષા, ખેલ અને ઈતર પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર અધિકારીઓને પુસ્તક તેમજ ટ્રોફી દ્વારા સન્માનિત કર્યા હતાં. સમારોહમાં કોમોડોર ગૌતમ મારવાહ, કલેકટર ડો. સૌરભ પારઘી, પોલીસ અધિક્ષક દીપન ભદ્રન, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, પ્રાંત અધિકારી આસ્થા ડાંગર વગેરે અધિકારીઓ તેમજ નૌસેના વાલસુરાના અધિકારીગણ, કર્મચારીગણ અને જવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચોઃ ભારતીય નૌસેનાએ બતાવી તાકાત શક્તિશાળી એન્ટી શિપ મિસાઇલથી ડૂબાડ્યું શિપ, જૂઓ વીડિયો
આ પણ વાંચોઃ જામનગરમાં INS વાલસુરામાં નૌસેના દિવસની ઉજવણી...કમાન્ડિંગ ઓફિસર સી રઘુરામે Etv સાથે કરી ખાસ વાતચીત..