- રચના નદાણીયા કોંગ્રેસમાં જોડાયા
- કોંગ્રેસના નીતા પરમાર ભાજપ માં જોડાયા
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા 2 મહિલા કોર્પોરેટરોનો પક્ષ પલ્ટો
જામનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જામનગર કોંગ્રેસમાં ભંગાણ પડ્યુ છે.શનિવારે ભાજપના પૂર્વ નગરસેવિકા રચનાબેન નંદાણિયા કોંગ્રેસમાં જોડાયા હતા. રવિવારના રોજ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નીતા પરમાર કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા છે.
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સુશાંશન થી પ્રેરિત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીજી તથા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સુશાંશન થી પ્રેરિત થઈ લોકહીત અર્થે વધુ સક્ષમ રીતે સ્વાયત્તતાથી કામ કરી શકાય, તે ઉદેશથી વોર્ડ ન.16 ના કૉંગ્રેસ કોર્પોરેટર નીતાબેન પરમાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ તબક્કે પ્રેસ મીડિયા પ્રતિનિધિઓની હાજરીમાં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ શહેર ભાજપ કાર્યાલય ખાતે જાહેરાત કરેલ. વોર્ડ ન. 16 ના પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી મહિલા પ્રમુખ, વોર્ડ ન 16 ની ટિમ, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, મહામંત્રી વિજયસિંહ જેઠવા મીડિયા સેલના આશિષભાઈ કંટારીયા તથા ભાર્ગવ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :